પક્ષીઓને બચાવવા પ્રયાસ:ભાવનગર જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ત્રણ એનિમલ એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર સહિત જિલ્લામાં ઉતરાયણ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે. જોકે, ઉતરાયણમાં પતંગ ઉડાડતી વખતે દોરી વાગવાથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે ભાવનગરમાં પક્ષીઓને બચાવવા માટે કરૂણા અભિયાન અંતર્ગત વધુ ત્રણ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે.

1962 પર કોલ કરવા અપીલ કરાઈ
પશુપાલન વિભાગ ભાવનગર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે 1962 દ્વારા ભાવનગર જિલ્લામાં કોઈ પણ પશુ-પક્ષીઓને ઉતરાયણ પર્વ નિમિતે ખાસ કરીને દોરી વડે ઇજાગ્રસ્ત થાય કે કોઈ પણ રીતે ઇજાગ્રસ્ત થયેલ જોવા મળે તો તરતજ ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરવા અપીલ કરવામાં આવી છે.
પશુ-પક્ષીઓ માટે 1962ની સેવા સંજીવની બની
જે રીતે માનવો માટે રાજ્યમાં 108ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓ માટે 1962ની સેવા સંજીવની બની છે. અબોલ પશુઓ માટેની બોલતી એવી અને સદાએ કરુણા વરસાવતી આ સેવાની ત્રણ જેટલી 1962 એમ્બ્યુલન્સ ભાવનગર શહેર મા કાર્યરત રાખવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે કે ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી કરુણા અભિયાન અંતર્ગત અબોલ જીવોની સેવામા સહયોગ આપી શકશે. આમ, 1962 હેલ્પલાઇન દ્વારા વધુમા વધુ પશુ-પક્ષીઓ જીવ બચાવવા માટે આ સેવાની ત્રણ જેટલી ડોક્ટરોની ટીમ એમ્બ્યુલન્સ સાથે ભાવનગર શહેરમાં સેવા માટે ખડે પગે રહેશે.

અન્ય સમાચારો પણ છે...