ધોરી માસનો અંત:આ વર્ષે જિલ્લામાં અષાઢમાં સાડા ત્રણ ગણો વધુ વરસાદ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોહિલવાડ પંથકમાં 3 વર્ષમાં આ વર્ષે અષાઢમાં સૌથી વધુ વરસાદ
  • ગત અષાઢમાં એવરેજ 52 મી.મી. વરસાદ હતો તે આ વર્ષે વધીને 229 મી.મી. થયો

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ચોમાસાના ધોરી માસ ગણાતા અષાઢ માસનો અંત આવ્યો છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં અષાઢ માસમાં કુલ સરેરાશ વરસાદ 229 મી.મી. વરસી ગયો છે. જે ગત વર્ષે અષાઢ માસમાં વરસેલા વરસાદ 52 મી.મી. કરતા સાડા ચાર ગણો વધુ છે. 2020, 2021 અને 2022, આ ત્રણ વર્ષમાં આ વર્ષે અષાઢમાં સૌથી વધુ વરસાદ વરસી ગયો છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે અષાઢ માસના આરંભે સરેરાશ વરસાદ 53 મી.મી. થયો હતો. પણ આ અષાઢ માસમાં સતત ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હોય એવરેજ 9 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. અષાઢ માસના અંતે આજે સૂર્યપ્રકાશ ખિલ્યો હતો. આ વર્ષે અષાઢ માસમાં ગુજરાત-સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની તુલનામાં ભાવનગરમાં ઓછો વરસાદ વરસ્યો છે.

આમ છતાં છેલ્લાં 3 વર્ષમાં વરસેલા વરસાદથી આ વર્ષે ભાવનગરમાં અષાઢમાં વધુ વરસાદ વરસ્યો હોય અષાઢે ધોરી માસનું બિરૂદ સાર્થક કર્યું છે. આમ છતાં એક હકીકત છે પણ છે કે છેલ્લા એક માસમાં ગોહિલવાડ પંથકમાં ક્યાંય સાર્વત્રિક અનરાધાર 6થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નથી. પણ સતત ધીમી ધારના વરસાદે 9 ઇંચથી વધુ વરસાદ વરસાવ્યો છે. જેથી ખરીફ વાવેતર માટે સારૂ ચિત્ર છે.

અન્ય સમાચારો પણ છે...