તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજનબધ્ધ અપરાધ:ભુતિયા ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વૃદ્ધા પર હુમલો કરી લુંટ કરવામાં આવી હતી
  • ઘરના સભ્યોની અલગ-અલગ સમયે રેકી કરી યોગ્ય સમયે ધાડ પાડતા હતા

સિહોર તાલુકાના ભુતિયા ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરે એકલાં હતા ત્યારે અજાણ્યા ઈસમોએ આવી માથાના ભાગે હુમલો કરી કાનમાં પહેરેલી સોનાની પોખાનીની લૂંટ કરી હતી. ભુતિયા ગામે થયેલા આ લૂંટના બનાવની ગંભીરતા અને અગાઉ પર ભુતિયા ગામે આ પ્રકારે થયેલી લૂંટને ધ્યાને લઈ સીટની રચના કરવામાં આવી હતી. છેલ્લા 28થી દિવસની સઘન તપાસ બાદ આ લૂંટનો ભેદ ઉકેલાયો છે.

આ અંગે સીટ દ્વારા ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સીસથી ઝીણવટભરી રીતે તપાસ કરી આ ગામમા તથા આજુબાજુના ગામમાં છુટક મજુરી કામ કરવા આવતા લોકો, ભંગાર, વાળ તથા અન્ય ફેરીઓ કરવા આવતા ફેરીયાઓની સઘન તપાસ કરતા દિવસના સમયે લૂંટ કરવા રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં સાગરીતોની ગેંગ સક્રિય છે.

જે બાદ રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તેનાં બે સાગરીતો સાથે મોટર સાયકલ ઉપર રાજકોટ રોડ થઇ સોનગઢ-પાલીતાણા ચોકડી થઇને પાલીતાણા જવાનાં છે તેવા ઈનપુટ્સ મળતા પોલીસે જીંથરી પાસે વોચ ગોઠવી રણજીત ઉર્ફે બોડીયો રામજીભાઇ પરમાર (રહે. પાલિતાણા, મુળ ગામ, હાથિયાધાર, તા. પાલિતાણા), ભરત ઉર્ફે બોડિયો ગંભીરભાઇ કાનાભાઇ પરમાર (રહે. એસટી ડેપો પાસે, જામનગર, મુળ, મેઢા, તા. પાલિતાણા) અને અન્ય એક કિશોરને ગુન્હામાં ઉપયોગમાં લીધેલી મોટરસાઈકલ કબ્જે લીધી હતી.

લૂંટના આરોપીને લોકલક્રાઈમ બ્રાંચે હસ્તગત કર્યાં બાદ પોલીસ દ્વારા પુછપરછ કરતા સોનગઢ, જેસર, ગારિયાધાર, સિહોર, પાલિતાણા અને પાલિયાદ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુન્હ મળી કુલ સાત ગુન્હાની કબુલાત આપી હતી.

મોટરસાઈકલમાં રેકી કરતા
જુદાં-જુદાં સમયે ગામમાં મોટરસાઈકલ પરથી પસાર થઈને રેકી કરતા અને ક્યાં ઘરમાં કેટલાં લોકો રહે છે. ક્યારે કોણ હાજર હોય છે અને ઘરમાંથી કિંમતી વસ્તુ મળી શકે છે કે કેમ તેની વિગત મેળવ્યા બાદ ચોક્કસ સમયે પોતાની લૂંટને અંજામ આપતા. > વી.વી.ઓડેદરા, પીઆઈ, એલસીબી-ભાવનગર

આરોપીઓ લોકેશન બદલાવતા રહેતા
લૂંટના બનાવ બાદ આરોપીઓને પોલીસ પીછો કરશે જ તેથી ત્રણેય આરોપીઓ અલગ-અલગ થઈ ગયા હતા અને સમયાંતરે પોતાનું સ્થળ બદલાવતા હતા. ક્યારેક ગામડાઓમાં તો ક્યારેક ખેતરોમાં અને શહેરોમાં નાસતા-ફરતા રહેતા હતા. પરંતુ મુખ્ય આરોપી અને તેના સાગરિતો પાલિતાણા જતા હોવાની એલસીબીને ખબર પડતા વોચ ગોઠવી ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...