તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગમાં જેલના બેરેક નં.4માંથી મોબાઇલ પકડાતા આ મોબાઇલ જેલના પાકા કામના કેદીએ પકડાવ્યો હોવાની શંકા રાખી 3 કેદીએ પાકા કામના કેદીને જ્ઞાતિ વિશે હડધુત કરી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવાઇ છે.
બોટાદ ખાતે રહેતા અને હાલ ભાવનગર જિલ્લા જેલમાં દુષ્કર્મના ગુન્હામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા આરોપી જીતુ નારણભાઇ પરમારને બેરેક નં.4માં રાત્રીના સમયે જવાબદાર તરીકે બેરેકની દેખરેખ રાખવાની હોઇ છે અને ગત રાત્રીના તેઓ તથા ફરજ પરના જેલ સહાયક જીગ્નેશભાઇ બી પરમાર કાચા આરોપીઓને જેલ દવાખાને લઇ જવાના હોઇ તે બાબતે વાતચીત કરતા હતા તે દરમિયાન ભાવનગર જિલ્લા જેલ ઝડતી સ્કોર્ડ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરાતા બેરેકનં.4માંથી મોબાઇલ પકડાયેલ.
જે મોબાઇલ જેલ સહાયક જિગ્નેશભાઇ તથા પાકા કામના કેદી જીતુએ પકડાવ્યો હોવાની શંકા રાખી બેરેક નં.4ના કાચા કામના 3 આરોપી મોહિત ઉર્ફે મોદી પ્રતાપભાઇ, જયદિપસિંહ ઉર્ફે લાખાણી વિક્રમસિંહ જાડેજા તથા હર્ષ ભરતભાઇ ડોડિયાએ જેલ સહાયકને ગાળો દઇ તથા ફરિયાદી જીતુભાઇને જ્ઞાતિ વિશે હડધુત કરી ગાળો આપી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જિલ્લા જેલમાંથી મોબાઇલ પકડાયો
ભાવનગર જિલ્લા જેલના હવાલદાર કમલેશસિંહ સજ્જનસિંહ સુર્યવંશીએ ગત રાત્રીના જેલના બેરેક નં.4માં સરપ્રાઇઝ ચેકિંગ કરતા બેરેકની લોબીમાંથી મોબાઇલ મળી આવેલ જે અંગે પુછતાછ કરતા આ મોબાઇલ નાનુભાઇ તેજાભાઇ મકવાણ તથા મનોજભાઇ સુરેશભાઇ દાસનો હોવાનુ કબુલતા બન્ને આરોપીની મોબાઇલ સાથે ધરપકડ કરી એ ડીવીઝન પોલીસ મથકમાં બન્ને વિરૂદ્ધ ગુન્હો નોંધાવેલ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.