ઉપવાસનો ત્રીજો દિવસ:'પાલિતાણાના નીલકંઠ મહાદેવ મંદિરના પ્રશ્નોનો હલ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી'

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ જૂનાગઢ વાળા એ મુલાકાત લીધી

પાલીતાણા નીલકંઠ મહાદેવ મંદિરના પ્રશ્નો માટે રક્ષા સમિતિના ઉપવાસ નેજા હેઠળ ધર્મિક માગણીની ન્યાય હિત માટે ચાલતા ઉપવાસમાં બેઠેલા સ્વામી શરણાનંદ બાપુના આંદોલનના આજે ત્રીજા દિવસના ઉપવાસ છાવણીમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ જૂનાગઢ, મહામડેલ્શ્વર પૂજ્ય રમજુબાપુ, પૂજ્ય લહેર ગીરી બાપુ, થાણા પતિ જૂનાગઢ આખાડા તેમજ આદિ સંતો આજરોજ ભૈરવનાથ ચોક ખાતે ઉપવાસ આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે સામાજિક સંસ્થાઓ તેમજ યુવાન મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિ ઉપવાસ આંદોલનની મુખ્ય માગણીઓ
નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિ દ્વારા શેત્રુંજય પર્વત પર રાત્રી રોકાણ પર પ્રતિબંધિત છે છતાં અધીકૃત લોકો ત્યાં રહી શકે એ સાચા ઉદ્દેશ હોય પેઢી તેનો દુરુપયોગ કરી રહી છે, મહાશિવરાત્રીએ રાત્રિ પૂજાની પરવાનગી પણ રદ કરાવી હતી, શેત્રુંજી પર્વત પર મેનેજર અને પૂજારીની નિમણૂકનો અધિકાર પ્રાંત અધિકારીનો છે તો તેનો તાત્કાલિક અમલ કરી મંદિર પરિષદમાં વ્યવસ્થાને વહીવટી સંચાલન તેને સોંપવામાં આવે, હિન્દુ દેવ દેવીના સ્થાનકો મંદિર ડેરી વગેરેમાં આ.ક.પેઢી કોઇપણ પ્રકારની દખલગીરી કરશે નહીં તેવી ખાતરી આપવામાં આવે, શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના જવાબદાર ટ્રસ્ટી સંચાલક તમામ સામે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસમાં સ્ટેશનમાં સોંપવામાં આવેલ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ, સહિતની માંગો કરવામાં આવી છે જો સમાધાન કાનૂની રીતે સામાન્ય લેખિત સ્વરૂપે જ થાય જેથી આ સમસ્યાનું કાયમી સમાધાન થાય અને સર્વ ધર્મ સંભાવના ઉત્તમ ઉદાહરણ બને તેવી માંગણીઓ છે.

સમસ્યાની મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી વહેલીતકે સમાધાન
પાલીતાણા ખાતે નીલકંઠ મહાદેવ મંદિરના પ્રશ્નોને લઈને શરણાનંદ બાપુ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે તેને લઈને રોજ અલગ અલગ મોટી ધાર્મિક જગ્યા ઉપરથી સાધુ સંતો મુલાકાત લઈ રહ્યા છે અને તેની સાથે અલગ અલગ રાજકીય પક્ષો તેમજ પાલીતાણાના વ્યાપારીઓ સમાજ દ્વારા બાપુની મુલાકાત લેવામાં આવી રહી છે. ત્યારે આજરોજ જુનાગઢ મહામંડલેશ્વરના સાધુ સંતો પણ પાલીતાણા ખાતે આવી પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા, પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ઘનશ્યામભાઈ સિહોરા, નિકુલસિંહ સરવૈયા, ઓમ દેવસિંહ સરવૈયા, મિલનભાઈ રાઠોડ સહિતના લોકો સાધુ સંતોની મુલાકાતે પહોંચ્યા હતા, મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે આ સમસ્યાની મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી વહેલી તકે સમાધાન કરવામાં આવશે,

સમસ્યાને સરકારએ ગંભીરતાથી લેવી પડશે
નીલકંઠ મહાદેવ મંદિરના ઉપવાસ આંદોલનને લઈને મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ જણાવેલ કે અમે જૈન સમાજના કોઈ વિરોધી નથી અને હિન્દુ સમાજ એ જૈન સમાજનો વિરોધ પણ નથી કર્યો માત્રને માત્ર અમે અમારા દેવોના દેવ એવા મહાદેવની સેવા પૂજા માટે લડત કરી રહ્યા છીએ અને જે અમારી ન્યાયિક લડત છે ત્યારે આ સમસ્યાને સરકારએ ગંભીરતાથી લેવી પડશે અને મુખ્યમંત્રી જોડે વાતચીત થાય અને સમાધાનનો રસ્તો થાય તો પણ વકીલ મારફત પેઢી સાથે લખાણ કરાવીને જ સમાધાન કરવામાં આવશે અને હવે આ પ્રશ્ન માત્ર પાલીતાણાનો નથી પરંતુ અમારા સમસ્ત જૂના અખાડાના સંતો મહંતોનો છે તો આગામી દિવસોમાં હંગામી ધોરણે આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...