તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Threatened To Tell Why The Mobile Phone Is Overloaded; Api Threatened To Kill Me Saying Why Are You Throwing Kanku And Seeds In The Bean

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મોબાઇલમાં ફોન કેમ વધારે આવે છે કહી આપી ધમકી; ફળિયામાં કંકુ, દાણા કેમ નાખો છો કહેતા અાપી મારી નાખવાની ધમકી

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમા બનેલા જુદા જુદા બે બનાવોમાં સામાન્ય બાબતે ઠપકો અાપવા જેવી બાબતે મારમારી જાનથી મારી નાખવાની ધમકી અાપ્યાની પોલીસ ફરિયાદો નોંધાવવામાં અાવી છે. જેમાં શહેરના દેસાઇનગર ખાતે રહેતા નીર્મલાબેન ઉર્ફે નિશાબેન પંકજભાઇ ઉકાભાઇ કોટડીયા-પટેલે અારોપીઅો સંજય જોરસંગભાઇ તથા તેમના પત્નિ ગીતાબેન વિરૂધ્ધ ડી.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે તેમની પડોશમા રહેતા ઉપરોકત દંપતીઅે તેમના ઘરે અાવી કહેલ કે તમારા મોબાઇલમા કેમ ફોન વધારે અાવે છે. તેમ કહી બોલાચાલી કરી,ગાળો અાપી,ગીતાબેનના વાળ પકડી,મારમારી દંપતીઅે ફરિયાદી નીર્મલાબેન તથા તેમના પુત્ર અક્ષરને મારી નાખવાની ધમકી અાપી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.

જયારે તરસમીયારોડ ખારશીમા રહેતા હિંમતભાઇ કાનજીભાઇ રાઠોડે અારોપી મંગુબેન કીશોરભાઇ પડીયા, ભાવેશ કિશોરભાઇ પડીયા,મહેશ કીશોરભાઇ પડીયા વિરુધ્ધ નોંધાવેલી પોલીસ ફરિયાદમા જણાવાયું છે કે તેઅોઅે મહેશ તથા ભાવેશનેઠપકો અાપેલ કે અામારા ફળિયામા કંકુ અને દાણા,ચોખા ના દાણા પડેલ છેતે તમે નાખેલ છે. જેથી તેઅોઅે નાખ્યા ન હોવાની જણાવી જતા રહેલ.બાદમા તેઅો લાકડાનો ધોકો લઇ અાવેલા અને ફરિયાદી ને ગાળો અાપી મારવા લાગેલ. અને ફેકચર સહિતની ઇજા કરી અાજે તો તુ બચી ગયો છે.ફરી દેખાયો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી અાપી જતા રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો