ફરિયાદ:યુવતીના નામે ફેક ID બનાવી યુવકને મારી નાખવાની ધમકી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેક આઈડીમાંથી રિક્વેસ્ટ આવી હતી, વાતચીત બાદ યુવકને અપશબ્દો કહ્યાં...

સિહોરના ઈશ્વરિયા ગામે રહેતા એક યુવકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર યુવતીના નામે ફેક એકાઉન્ટમાંથી રિક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કર્યાં બાદ તેની સાથે વાતચીત કરી યુવકને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે રહેતા અને હિરા ઘસવાનો વ્યવસાય કરતા કુલદિપભાઈ જસમતભાઈ ચૌહાણે સાઈબરક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા નંબર ધારક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 6/9ના રોજ રાત્રીના નવ વાગ્યા આસપાસ ફેસબુકમાં કાજલ પટેલ નામના ફેક ફેસબુક એકાઉન્ટમાંથી રિક્વેસ્ટ આવી હતી.

જેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યાં બાદ મેસેજથી વાત શરૂ થઇ હતી અને આ એકાઉન્ટ ધારકે વાતચીત બાદ તેમને અપશબ્દો કહી ધમકી આપતા કહ્યું કે, તું હવે ગયો તારું ખુન કરી નાખવું છે. જે અંગે યુવકે ફેક આઈડી સામે ગતા તારીખ 7/9/21 ના રોજ સાઇબર ક્રાઇમ પોલીસ મથક અરજી કરતા એક અજાણ્યા નંબર ધારકના નામે આ એકાઉન્ટ હોવાનું સામે આવ્યું હતું જે બાદ આજે તા. 4/10/21 ના રોજ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આ કેસની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...