પાલિતાણાના હસ્તગીરી ખાતે આવેલ ગૌશાળાની જમીનની માલિકી ધરાવતા એક મહિલા તથા ટ્રસ્ટીઓએ આ જમીનમાં ગૌશાળામાં બિમાર ગાયોની સેવા કરવામાં આવતી હતી જેમાં તે જમીનની સાચવણી માટે એક વ્યક્તિને નીમેલ હતો જેને જમીન ખાલી કરવાનું કહેતા તેને અન્ય ચાર શખ્સોને પણ સામેલ કરી આ જમીન પચાવી પાડી હતી. જેમાં ટ્રસ્ટી તથા મહિલાની માલિકીની જમીન કબજા અંગે ચાર શખ્સો સામે વિરુદ્ધ પાલીતાણા પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગર જિલ્લાના પાલિતાણાના હસ્તગીરી જીવાપર ગામે સર્વે નં. 337ની જમીન જે તે આ જમીન મેઘાબેનના પરદાદી કનકબેન તથા બીજા ટ્રસ્ટી તરીકે તારકબેન હરકચંદજી કાંકરીયા હતા અને આ જગ્યામાં બિમાર ગાયોની સારવાર કરવામાં આવતી હતી. હાલમાં આ જમીનના માલિક તથા ટ્રસ્ટી તરીકે મેઘાબેન અમરશીભાઇ સંઘવી તથા અન્ય ટ્રસ્ટીઓ છે.
આ જગ્યામાં બીમાર ગાયોની સારવાર માટે ગૌશાળા ચાલતી હતી જેમાં ગાયોની સારવાર તથા જમીનની સાચવણીની જવાબદારી તરીકે બકાભાઇ ભીખાભાઇ ચૌહાણને નીમાયા હતા અને ત્યાં એક રૂમમાં રહેતા હતા. બાદમાં જે તે સમયના માલિક તથા ટ્રસ્ટી કનકબેનના અવસાન બાદ ગૌશાળાની દેખરેખ રાખવામાં મુશ્કેલી થતી હોય જેથી આ ગૌશાળા બંધ કરવામાં આવી હતી, તેમજ બકાભાઇ ભીખાભાઈ જે રૂમમાં રહેતા હતા તે રૂમ ખાલી કરી દેવા ટ્રસ્ટીઓ દ્વારા જણાવાયું હતું. પરંતુ તેમણે જગ્યાનો કબજા છોડેલ નહીં.
બાદમાં તેના દિકરો ભરત અને મુન્ના ચીથરભાઇ મેર અને લાલા ભરવાડને પણ આ જમીન પર કબજો કરવા દઇ આ જમીન ખાલી કરતા ન હતા જેથી જમીનના માલિક મેઘનાબેન દ્વારા ઘણી વખત ખાલી કરવાનું કહેતા હોય જેને આ ચાર શખ્સો દ્વારા ધાકધમકી આપતા હતા મેઘાબેને હમીર બકાભાઇ ચૌહાણ, ભરત બકાભાઇ ચૌહાણ,મુન્ના ચીંથરભાઈ મેર અને લાલભાઈ પોપટભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.