ફરિયાદ:પીજીવીસીએલની ઓફિસમાં ઘુસી નાયબ ઈજનેરને ધમકી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીજ ચોરી પકડવાની દાઝ રાખી અપશબ્દો કહ્યાં
  • ઓફિસમાં એન્જિનિયર મીટિંગમાં હતા ત્યારે ધોકો લઈને આવનારા શખ્સ સામે ફરિયાદ

વીજ અધિકારીઓ પર હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે ધમકીનો એક બનાવ બન્યો હતો. ચાવડીગેટ ખાતે આવેલી પીજીવીસીએલની ઓફિસમાં કુંભારવાડાના એક શખ્સે ધોકો લઈને ઘુસી શરૂ મીટીંગમાં નાયબ ઈજનેરને અપશબ્દો કહી માર મારવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

શહેરના ટોપ થ્રી સર્કલ પાસે રહેતા અને કુંભારવાડા સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રમેશચંદ્ર ગામીતે નિલમબાગ પોલીસ મથકમાં પ્રતાપ ગવાભાઈ (રહે. કુંભારવાડા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ આજે 16/10ના રોજ વીજ ચેકિંગ દરમિયાન ઉક્ત શખ્સનું વીજ જોડાણ વીજ ચોરીમાં આવતા કાર્યવાહી કરી હતી જેની દાઝ રાખી ચાવડી ગેટ ખાતે આવેલી તેમની ઓફિસમાં મીટિંગ શરૂ હતી ત્યારે ધોકો લઈને આવી અપશબ્દો કહી ધોકા વડે માર મારવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. જે અંગે નિલમબાગ પોલીસે ઉક્ત શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...