તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શહેરમાં મિઠાઈના પ્રતિષ્ઠિત વેપારીને પૈસા માટે ધમકી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘અમારે શેના પૈસા દેવાના?' જવાબ આવ્યો, 'નહી નડવાના પૈસા'
  • ભુલથી વિજયરાજનગર ખાતે આવેલી દુકાનમાં કામ કરતા માણસનું અપહરણ કર્યાં બાદ ધમકી આપી છોડી મુક્યો

શહેરના પ્રતિષ્ઠિત દવે મિઠાઈવાળા નામે મિઠાઈની દુકાન ચલાવતા વેપારીને તેમના જ પરિચિત અને જુની ઓળખાણ ધરાવતા વ્યક્તિએ પૈસા માટે ધમકી આપી. તેમજ માલિકના દિકરાની જગ્યાએ ભુલમાં શોપમાં કામ કરતા માણસનું અપહરણ કર્યાં અંગની ઘટના સામે આવી છે.

દવે મિઠાઈવાળાના નામથી શહેરમાં મિઠાઈનો વ્યવસાય કરતા વેપારી અમરિશભાઈ મફતલાલ દવે (રહે. ઈસ્કોન મેગાસીટી)એ નિલમબાગ પોલીસ મથકમાં લાલા અમરાભાઈ આલગોતર, સંજય લાલાભાઈ આલગોતર, અભી લાલાભાઈ આલગોતર (રહે.જુની માણેકવાડી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખ્સો તેમની વિજયરાજનગર ખાતે આવેલી દુકાનેથી અવારનવાર મીઠાઈ લેતા હોય અમારા રેગ્યુલર ગ્રાહક છે.

તેમજ તેમની પાસેથી અમે મીઠાઈ માટે દુધ ખરીદતા હોવાથી જુની ઓળખાણ છે. જેંમાંથી લાલાભાઈ થોડા દિવસો પૂર્વે અમારી દુકાને આવી હાથ ખર્ચ માટે ઉછીના રૂપિયા માંગ્યા પરંતુ કોરોનાના કારણે ધંધામાં ખોટ હોય અમારે પૈસાની વ્યવસ્થા નહોતી તેથી અમે પૈસા આપવાની ના પાડેલ. જેના થોડાં દિવસો બાદ લાલાભાઈનો ફોન આવેલો અને પૈસાની માંગણી કર્યાં બાદ તેના દિકરા સંજયને ફોન આપ્યો અને તેમણે નવી ગાડી લેવા પૈસા માંગ્યા, પરંતુ અમારે શા માટે પૈસા આપવાના તેવું કહેતા સંજયભાઈએ કહેલ કે નહી નડવા પૈસા.. જે બાદ લાલાભાઈએ પૈસા નહી આપવા પર મોટાભાઈ કિશનભાઈના દિકરાને લઈ જઈ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને તે બાદ અડધી કલાક બાદ વિજયરાજનગર ખાતેની દુકાનેથી ભુલથી તેમના માણસ જીતુભાઈનું અપહરણ કરી મારમારી જાનથી મારી નખવાની ધમકી આપી છોડી મુક્યો હતો. આ મામલે નિલમબાગ પોલીસે ગુનો નોંધી ઉક્ત આરોપીઓને હસ્તગત કરી લીધાં હતા.

અન્ય સમાચારો પણ છે...