તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વૈશ્વિક મહામારી:હજારોની વતન વાપસી પરંતુ 14 દિવસ સુધી નથી રહેતી ઘરબંધી

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 50 દિવસમાં 50 હજારને પાર હોમ ક્વોરન્ટાઈન લોકો
 • હોમ ક્વોરન્ટાઈનમાં રખાયેલા લોકોની બહાર અવરજવર ખતરાની ઘંટી
 • તંત્ર અને લોકોની જાગૃતતા જરૂરી નહીં તો કોરોનાનો કહેર ફરી વળશે

કોરોના વાયરસના પ્રવેશના 50 દિવસ બાદ હોમ ક્વોરન્ટાઈનની સંખ્યા 50 હજારને વટી ગઈ છે. અન્ય શહેર કે રાજ્યમાંથી આવેલા તેમજ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને 14 દિવસ સુધી ઘરમાં અલાયદી સુવિધા સાથે હોમ ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે. પરંતુ જાગૃત નાગરિકો સિવાય અનેક કિસ્સાઓમાં લોકો હોમ ક્વોરન્ટાઈન રહેતા નથી. ઘરની બહાર આંટા મારવા નીકળી જાય તો કોઈ કામ ધંધે પણ લાગી જાય છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો જાણે સરપંચ અને તલાટીએ જ લોકોનું ધ્યાન રાખવાનું હોય તેમ હોમ ક્વોરન્ટાઈન થયેલા લોકોને પોતાની જવાબદારીનું ભાન નથી. તેઓની અને તંત્રની બેદરકારીને કારણે અનેક લોકો કોરોના વાયરસના ભરડામાં આવી શકે છે. તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઈન કરેલા લોકોની ગંભીરતા પૂર્વક દેખરેખ નહીં રખાય તો આગામી દિવસોમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવાની પુરી શક્યતા છે.

બહારથી આવેલા મજુરો કામે લાગી ગયા
લોકડાઉનના પ્રારંભે ભાવનગર જિલ્લામાંથી પોતાના વતન ગુજરાત રાજ્યના વનવાસી જિલ્લામાં રહેતા મજૂરો ચાલ્યા ગયા હતા તેઓ પરત આવી ગયા છે. તેઓને ભાવનગરમાં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવાનું ફરજિયાત હોય છે તેમ છતાં ભાવનગર અને ઘોઘા તાલુકામાં ચાલતા કારખાનાઓ અને ઈન્ડસ્ટ્રીઝમાં મજુરી કામે પણ લાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

હોમ ક્વોરન્ટાઈન વાળા ટોળે વળે છે
અન્ય શહેરોમાંથી ભાવનગરમાં આવેલા લોકો હોમ ક્વોરન્ટાઈન રહેવાને બદલે ઘરની બહાર આટા મારતા હોય છે તેમજ પરિવાર સાથે કામ પણ કરતા હોય છે. એટલું જ નહીં તેમની સોસાયટી કે ફ્લેટના લોકો સાથે મોડી સાંજે ટોળા વળી ને પણ બેઠા હોય છે. તેમજ હોમ ક્વોરન્ટાઈન છતા તેમના ઘરે કામવાળાને પણ બોલાવતા હોય છે. જે કામવાળા અન્ય ઘરે કામે જાય છે. 

એક દિવસમાં 10425 લોકો હોમ ક્વોરન્ટાઈન
સુરત, અમદાવાદ સહિતના શહેરોમાંથી ભાવનગરમાં વતન વાપસીનો ધસારો વધી ગયો છે. ભાવનગરમાં કુલ 54500 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અન્ય શહેરોમાંથી ભાવનગરમાં જ કુલ 53413 લોકો આવ્યા અને તેમને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. આજે એક જ દિવસમાં 10425 લોકો ભાવનગરમાં આવ્યા અને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે.

હોમ ક્વોરન્ટાઈન લોકોનું મોનિટરિંગ
બહારથી આવેલા તમામને આરોગ્ય ચકાસણી બાદ હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવે છે. અમારી ટીમ તેમની વિઝીટ અને મોનીટરીંગ પણ કરે છે. જે લોકો ક્વોરન્ટાઈનમાં નથી ફક્ત તેમને કામ કરવાની છૂટ છે. ગ્રામ્ય કક્ષાએ આ બાબતે પ્રજામાં ખૂબ જાગૃતિ છે. સ્થાનિક લોકો તેમને ક્વોરન્ટાઇન તોડવા દેતા નથી. - વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો