તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગો નેતાઓ:હજારો દર્દીઓ ઓપીડી માટે રઝળપાટ કરે છે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જર્જરિત બિલ્ડિંગને કારણે બિલ્ડીંગ ફેરવાયું : સુવિધા નથી

સર.ટી. હોસ્પિટલ ની ઓ.પી.ડી. બિલ્ડિંગ જર્જરિત હોવાના લીધે અત્યારે તેના અલગ અલગ વિભાગો જૂની બિલ્ડિંગ માં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ખૂબ નાની જગ્યામાં રોજિંદા ઓ.પી.દિન માં આવતા 1500 જેટલા દર્દીઓની સારવાર કરવામાં દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે હવે શહેર ની અલગ અલગ 5 બિલ્ડિંગ માં આ ઓ.પી.ડી. વિભાગો શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઓ.પી.ડી. બિલ્ડિંગ નાં રિપોર્ટ ખરાબ આવ્યા બાદ મહાનગરપાલિકા નાં એસ્ટેટ વિભાગ દ્વારા બિલ્ડિંગ ને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. અત્યારે જિલ્લાની સૌથી મોટી હૉસ્પિટલ માં જ જો આટલી બધી વાર સ્થળાંતર થયા બાદ પણ ઓછી જગ્યા અને વધુ અંતરે સારવાર નાં લીધે લોકોને હેરાનગતિ નો સામનો કરવો પડશે.

સર.ટી. હોસ્પિટલ માં ગાયનેક, માનસિક રોગ, ઈ.એન.ટી. અને આંખો ની સારવાર માટેની ઓ.પી.ડી. જે તે વિભાગ માં સ્થળાંતરિત કરી દેવામાં આવી છે. જ્યારે મેડીસીન, સર્જરી અને ઓર્થોપેડીક વિભાગ ની ઓ.પી.ડી તથા એડમિનિસ્ટ્રેશન ઑફિસો વગેરે નું સ્થળાંતર કરવામાં આવ્યું નથી. બિલ્ડિંગ નાં ઓ.પી.ડી વિભાગો ધીરે ધીરે ખાલી કર્યા બાદ હવે હોસ્પિટલ તંત્ર દ્વારા ઇનડોર અને આઉટડોર દર્દીઓ માટે વ્યવસ્થા કરવા અલગ અલગ હોસ્પિટલ , અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર અને ગર્લ્સ હોસ્ટેલ સહિતની બિલ્ડિંગ અત્યાર પૂરતું સ્થળાંતર કરવાની યોજના છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા કલેકટરને અરજી, મંજુરી બાદ કામગીરી
હોસ્પિટલ તંત્ર દ્વારા વૈકલ્પિક સુવિધા નાં ભાગરૂપે પાંચ અલગ અલગ બિલ્ડિંગ નું લીસ્ટ જિલ્લા કલેકટર ને 5 દિવસ પહેલા મોકલી આપવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા બે દિવસ પહેલા આ 5 બિલ્ડિંગ જે તે વિભાગ ના હસ્તક હોય તેમની સાથે વાતચીત કરીને જવાબ અપાશે તેમ જાણ કરાઈ છે. ત્યારબાદ પી.આઇ યુ. વિભાગ દ્વારા કોઈપણ બિલ્ડિંગ ને હોસ્પિટલ ની સુવિધાઓ આપવા માટે ઓકિસજન પાઇપ, લાઈટ, બિલ્ડિંગ ની બનાવટ નાં મોડીફિકેશન વગેરે ની ધારણા અને ગણતરી કરીને સરકાર ને આપવામાં આવશે.

દર્દીઓનાં સમય અને પૈસા નું પાણી થાય તેવી પરિસ્થતિ
પહેલા સર.ટી. ખાતે તમામ ઓ.પી.ડી એક જ જગ્યાએ હતી. હવે આ તમામ OPD અલગ અલગ જગ્યા થવાની હોવાથી જિલ્લામાં દૂર દૂર થી આવતા લોકોને ખૂબ તકલીફ પડી શકે છે. જો પરિવાર નાં બે સભ્યો જુદી જુદી શારીરિક તકલીફ સાથે આવે તો તેમણે ઘણું ફરવું પડશે. ઉપરાંત આ 5 બિલ્ડિંગ શહેર નાં અલગ અલગ વિસ્તાર માં છે. તેમના અંતરો ખૂબ નજીક પણ ગણી શકાય નહિ. જિલ્લામાંથી ઘણા દર્દીઓ એવા ગામડાઓમાંથી આવતા હોય જ્યાં બસ ની સુવિધા ન હોય દર્દીઓના પૈસાનું પાણી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો