ક્ષત્રિય સમાજની બેઠક:ગોહિલવાડ રાજપૂત સમાજની ચિંતન શિબિર યોજાઈ, આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચાઓ કરવામાં આવી

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'ભાજપ જિલ્લામાં ક્ષત્રિય સમાજને ટિકિટ ફાળવતું નથી, કોંગ્રેસ ફાળવે છે પણ જીતી શકતું નથી!'

ભાવનગર ગોહીલવાડ રાજપૂત સમાજની રાજકીય ચિંતન શિબિર આજરોજ શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજવામાં આવી હતી.

આગામી વિધાનસભામાં ચૂંટણી અનુલક્ષીને બેઠક
આ શિબિરમાં ગોહિલવાડ રાજપૂત સમાજને રાજકીય વિષયમાં હાસિયામાં ધકેલાઈ રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભામાં ચૂંટણી અનુલક્ષીને ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુ થી શિબિરમાં રાજકીય અને સામાજિક મામલે ચર્ચાઓ કરવામાં આવી હતી, ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા યોજાયેલી આ બેઠક માં પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ હાજર રહ્યાં હતા.

ભાજપ, આપ, કોંગ્રેસ સાથે સંકળાયેલા તમામ રાજકીય આગેવાનો હાજર
આ બેઠકમાં વિવિધ આગેવાનોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી આવી રહી બેઠક મહત્વની રહી છે, આ બેઠકમાં ભાજપ, આપ, કોંગ્રેસ સાથે સંકળાયેલા તમામ રાજકીય આગેવાનો હાજર હતા, ક્ષત્રિય સમાજનો એક જ સુર જોવા મળ્યો હતો કે, ભાજપ જિલ્લામાં ક્ષત્રિય સમાજને ટિકિટ ફાળવતું નથી, કોંગ્રેસ ફાળવે છે પણ તે જીતી શકતું નથી. સાથે આપણો સમાજ મતદાન ઓછું કરે છે તેના કારણે આપણે જીતી શકતા નથી. ક્ષત્રિય સમાજના પ્રમુખએ ચોંકાવનારું નિવેદન કર્યું હતું, અમે ભાવનગર જિલ્લામાં 2.5 લાખ મતાદારો છીએ જો ટિકિટ નહિ મળે તો જેમ ક્ષત્રિય સમાજ અન્ય ઉમેદવારોને જીતાડી શકે છે તેમ અમે હરાવી પણ શકે છે. જેની રાજકીય પક્ષો નોંધ લે તે જરૂરી છે, આવનારા દિવસોમાં બીજા અનેક સમાજમાં મિટિંગના દોર ઉભા થશે.

અન્ય સમાચારો પણ છે...