મકરસંક્રાતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગ અને દોરીમાં ભાવ વધારો થયો છે. ત્યારે પતંગ રસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 20 થી 25 ટકા વધુ રૂપિયા ચૂકવવા પડશે. કાચા માલની ઓછી આવક તેમજ પતંગ બનાવવાની વિવિધ સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમત જબ્બર વધારો થયો છે. તેમ કૌશીકભાઇ પતંગવાાળએ જણાવ્યુ હતુ.ગયા વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી 20 હતી. જે આ વર્ષે હવે 20થી 25 રૂપિયા છે એટલે વધુ એક પંજે રૂપિયા 5 વધારે ચૂકવવા પડશે.
આવી જ રીતે એકહજાર વાર રીલની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી. તેના માટે આ વર્ષે રૂપિયા 150થી વધુ ચૂકવવા પડશે. પતંગની ખરીદી અને દોરી પીવરાવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે. જે વચ્ચે ફકત ચાર દિવસ બાકી હોય બજારમાં ધીમે ધીમે ઘરાગી રંગ લાવી રહી છે. ભાવ વધારો હોવા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજાર અને દોરી બજારના વેપારીઓનું માનવું છે.
એક અંદાજ પ્રમાણે ભાવનગરમાં 2 કરોડના પતંગ દોરીનુ વેચાણ થશે.પતંગના બનાવવા માટે કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 20-30 ટકા સુધી વધી ગઇ છે. આ ઉપરાંત કોરોનાને કારણે ઉત્તરાયણમાં આ વખતે પતંગનું વેચાણ કેવું રહેશે તેને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેના કારણે મોટી કંપની હોય કે નાનો ઉત્પાદક તેમણે પતંગ-દોરીનું પ્રોડક્શન ઓછું કર્યું છે. માલની અછત પણ પતંગ-દોરીની કિંમતમાં થયેલા ભાવ વધારા માટે મહત્વનું પરિબળ જોવા મળી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.