કૃષિક્રાંતિ:આ વર્ષે રવિ વાવેતરમાં જિલ્લામાં 46 ટકાનો વધારો, 5 સપ્તાહમાં વાવેતરમાં 98,200 હેકટરનો વધારો

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વર્ષે જિલ્લામાં આ સમયે કુલ વાવેતર 1,08,600 હેકટર હતુ તે આ વર્ષે વધીને 1,56,700 હેકટર થઇ ગયું

ભાવનગર જિલ્લામાં હવે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રવિ પાકનું વાવેતર થોડું ધીમું પડ્યું છે. નવેમ્બરના અંતે સમગ્ર ભાવનગર જિલ્લામાં કુલ રવિ વાવેતર 58,500 હેકટરમાં થયું હતુ તે હવે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વધીને 1,56,700 આવી રહ્યો છે. એટલે કે ગત પાંચ સપ્તાહમાં 98,200 હેકટરનો વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય ઠંડી જામતા ગતિમાં આગળ ધપી રહ્યું છે.

જ્યારે ગત વર્ષે આસ મયગાળામાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 1,08,600 હેકટર હતુ તે આ વર્ષે 38,900 હેકટર વધીને 1,56,700 હેકટર થઇ ગયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ વાવેતરમાં 46.02 ટકાનો વધારો થયો છે. ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 1,43,600 હેકટરમાં થયું હતુ તે એક જ સપ્તાહમાં વધીને 1,56,700 હેકટરમાં થઇ ગયું છે. જેમાં ડુંગળીનું વાવેતર 37,100 હેકટર જમીનમાં થયું છે.

જ્યારે ચણાનું વાવેતર 49,100 હેકટરમાં થયું છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે તમામ મોટા જળાશયોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ થયેલો હોય અને મોટા ભાગના ડેમ ચોમાસાના અંત સુધી 100 ટકા ભરાયેલા હોય આ વર્ષે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. ભાવનગર જિલ્લામાં 4 સપ્તાહ પૂર્વે રવિ પાકમાં કુલ વાવેતર 58,500 હેકટરમાં થયું હતુ પણ ડિસેમ્બર-જાન્યુઆરીના 5 સપ્તાહમાં બમણાથી વધુ વધીને 1,56,700 હેકટર થઇ ગયું છે. એટલે કે ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.હવે ઠંડી જામતા વાવણીનું કાર્ય આગળ ઘપશે.

ભાવનગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્ય ડુંગળી છે. જેમાં ડુંગળીનું કુલ વાવેતર 37,100 હેકટર થઇ ગયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 85,000 હેકટરમાં થયું છે એટલે કે ડુંગળીમાં રાજ્યમાં કુલ વાવેતરનું 42.47 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. આમ ભાવનગર જિલ્લામાં ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના મધ્યમાં ઠંડીનો રહેતા વાવેતરમાં છેલ્લા 35 દિવસમાં 98,200 હેકટરમાં વધારો થયો છે અને આ વર્ષે રવિપાકમાં ગુલાબી ચિત્ર ખડુ થયું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે રવિવાવેતરમાં 46 ટકાના વધારા સાથે ખેડૂતોને પણ સારા દિવસો જોવા મળ્યા છે.

પાકનું કેટલું વાવેતર

પાકવાવેતર
ડુંગળી37,100 હેકટર
ચણા49,100 હેકટર
ઘઉં27,000 હેકટર
ઘાસચારો33,300 હેકટર
શાકભાજી4,400 હેકટર
ધાણા900 હેકટર
લસણ600 હેકટર

કુલ વાવેતર હેકટરમાં

73,4001 થી 7 ડિસેમ્બર
1,24,2008 થી14 ડિસે.
1,04,70015 થી 21 ડિસે.
1,43,60021 થી 27 ડિસે.
1,56,700

28 ડિસે.થી 3 જાન્યુ.

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...