તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંધપાત્ર વધારો:આ વર્ષે ભાવનગરમાં ઉનાળુ વાવેતર 11,200 હેકટર વધ્યું

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગત વર્ષે કુલ વાવેતર 36,500 હેકટર હતુ તે આ વર્ષે વધીને 47,700 હેકટર થઇ ગયું

આ વર્ષે ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં ઉનાળુ વાવેતરમાં 11,200 હેકટરનો નોંધપાત્ર વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર આગળ ધપી રહ્યું છે. જેમાં જેમાં ગત વર્ષે આ સમયે ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 36,500 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે 47,700 હેકટર જમીનમાં થયું છે.

ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ગરમીનો પણ આરંભ થઇ ગયો છે. સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઉનાળુ વાવેતર 47,700 હેકટરમાં થયું છે. ગત વર્ષે આ સમયગાળામાં ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 36,500 હેકટરના આંકને આંબ્યું હતુ. આથી આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 11,200 હેકટરનો વધારો થયો છે. જેમાં ખાસ તો મગફળીના વાવેતરમાં 2,800 હેકટરનો નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે ઘાસચારાનું આ સમયગાળામાં ગત વર્ષે વાવેતર 18,400 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 23,900 હેકટરને આંબી ગયું છે.

ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ઉનાળુ સિઝનમાં મગફળીનુ઼ વાવેતર 5200 હેકટર હતુ તે આ વર્ષે 2800 હેકટર વધીને 8000 હેકટર થઇ ગયું છે. જ્યારે ડુંગળીનુ઼ ગત વર્ષે વાવેતર 3500 હેકટર હતુ તે આ વર્ષે 4200 હેકટર થઇ ગયું છે. ઉનાળુ ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લા સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,000 હેકટર થયું છે તેમાં એકલા ભાવનગર જિલ્લામાં 4,200 હેકટર એટલે કે કુલ વાવેતરના 60 ટકા વાવેતર તો એકલા ગોહિલવાડ પંથકમાં જ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો