તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ભાવનગરમાં આ શનિ-રવિ, વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના જુદા જુદા વેપારી એસોસિએશન દ્વારા લેવાશે નિર્ણય, લારી-ગલ્લા પણ બંધ રાખવા અપીલ

ભાવનગર શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા માટે શહેરના જુદા જુદા વેપારી એસોસિએશન દ્વારા આ શનિ અને રવિવાર, બન્ને દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખી વેપાર-ધંધાના કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના નેજા તળે આજે જુદા જુદા 25 એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠક મળી હતી અને આ અંગેનો આખરી નિર્ણય આવતી કાલ ગુરૂવારે મળનારી બેઠકમાં લેવાશે.

ભાવનગરમાં કોરોનાના કેસ વધતા જાય છે તે સંજોગોમાં સંક્રમણ અટકાવવું જરૂરી છે. ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા, મહુવા જેવા તાલુકા મથકોએ પણ વેપારી મહાજન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે ભાવનગર મહાજને પણ આ અંગે ગંભીર બનીને પુખ્ત નિર્ણય લેવો જરૂરી છે. વેપારી એસો.ની બેઠકમાં આ એપ્રિલ માસના હવે પછીના બન્ને શનિ અને રવિવારે સ્વૈચ્છિક વેપાર-ધંધા બંધ રાખવાનું નક્કી કરાશે.

વેપારીઓએ જીવ બચશે તો ધંધો થશે એવો મત વ્યક્ત કર્યો હતો. જો કે આ બંધ દરમિયાન રવિવારની ગુજરી બજાર પણ બંધ રહે તો લોકો ઘરમાં રહે તેવો અભિપ્રાય વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત દુકાનો બહાર લારી-ગલ્લા ગોઠવાય ન જાય તે માટે પણ તંત્રનો સહયોગ માંગવાનું નક્કી કરાશે.

સ્વૈચ્છિક બંધ એ સમયની જરૂરીયાત છે
ભાવનગરમાં કોરોનાના કિસ્સા સતત વધી રહ્યા છે. એપ્રિલ મહિનાના દર શનિ-રવિ ભાવનગરની બજારો સ્વૈચ્છિક રીતે બંધ રહે તેના માટે ગુરૂવારે મળનારી મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે. સ્વૈચ્છિક બંધ એ સમયની જરૂરીયાત છે. > કિરીટભાઇ સોની, પ્રમુખ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ

અમારૂ એસો. શનિ-રવિ બંધ પાળશે
કોરોના ખૂબજ ખરાબ રીતે ફેલાઇ રહ્યો છે, લોકો પોતાના સ્વજનોની સારવાર માટે ભટકી રહ્યા છે. એકબીજાના સંપર્કમાં લોકો ન આવે તેવા હેતુથી શનિ-રવિ. દરમિયાન ચેમ્બરની સુચના મુજબ અમારૂ એસોસિએશન બંધ પાળશે. > હરેશભાઈ સોની, પ્રમુખ, ભાવનગર ચોક્સી મંડળ

ગામના હિતમાં નિર્ણય, બંધ પાળીશુ
કોરોનાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે, જાહેર હિત અને લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિક્તા આપવી એ આપણા સૌની ફરજ છે. ગામના હિતમાં નિર્ણય લેવાવા જોઇએ, શનિ-રવિ સ્વૈચ્છિક બંધ પાળવાના આહ્વાનમાં અમારૂ એસો. જોડાશે. > નિમેષભાઈ દેસાઈ, પ્રમુખ, વોરાબજાર ક્લોથ મર્ચન્ટ એસો.

ચેમ્બરના નિર્ણયમાં અમે જોડાશુ
કોરોનાને કાબૂમાં લેવા ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગર દ્વારા સ્વયંભૂ બંધ અંગે જે નિર્ણય લેવામાં આવશે તેમાં અમે જોડાશુ. એકસમાન ધંધાના તમામ એસોસિએશને પણ આ બંધના આહ્વાનમાં લોકહિતમાં સાથે રહેવું જોઇએ. > દિલીપભાઈ શાહ, પ્રમુખ, ઉંડી વખાર વેપારી એસોસિએશન, ભાવ

લોકોનું સ્વાસ્થ્ય પ્રથમ, બંધ રાખીશું
સમગ્ર રાજ્યની સાથેસાથે ભાવનગરમાં પણ કોરોનાની સ્થિતિ વણસતી જાય છે, તેના વચ્ચે સ્વૈચ્છિક રીતે બજારો બંધ રાખવી જરૂરી છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અમારા એસો. દ્વારા ચેમ્બરની સુચના મુજબ સ્વયંભૂ રીતે શનિ-રવિ બંધ પાળવામાં આવશે. > રાકેશભાઇ પોંદા, પ્રમુખ, ભાવનગર ફર્નિચર એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો