અસુવિધા:આ છે આવાસ યોજના, વીજ ટ્રાન્સફોર્મર નીચે રમતા બાળકો પ્રવેશમાં ગંદકી, પાર્કિંગની પળોજણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વાસ્થ્ય અને સુરક્ષાના અભાવે રહિશોના જીવ પડીકે બંધાયેલા રહે છે
  • એરોડ્રામ રોડ પર તાજેતરમાં જ બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને શરૂઆતથી જ અસુવિધાઓનો પાર નથી

શહેરના એરોડ્રામ રોડ પર રૂવા ટીપી સ્કીમ નંબર 3 માં 120 રહેણાંકો ના બનાવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને અસુવિધાને કારણે અનેક હાડમારી ભોગવવી પડે છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, બાળકો જ્યાં રમતા હોય તે ચિલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડમાં જ વીજ ટ્રાન્સફોર્મર છે. છતા તંત્ર આ ગંભીરતા પ્રત્યે નજર અંદાજ કરે છે. શહેરના લીલા ઉડાન સામે સીતારામનગરમાં ઇડબલ્યુએસ 3, રુવા ટીપી સ્કીમ નંબર 3, ફાઇનલ પ્લોટ નંબર 104 માં અનેક વાદ વિવાદો અને સમસ્યાઓ બાદ 120 આવાસ ની પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી.

ચોમાસા દરમ્યાન જ બહારનું વરસાદી પાણી આવાસ યોજનાની અંદર અંડરગ્રાઉન્ડ બનાવેલા ટાંકામાં જતાં ગંદુ પાણી પીવાના વારા આવ્યા હતાં. તેમજ આસપાસના રહીશો તેમજ 25 વારિયા વાળા કચરો આવાસ યોજનાનાના પ્રવેશદ્વાર પાસે જ નાખી જતા રહીશોને રોગચાળાનો ભોગ બનવું પડે છે. રહીશો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ધારાધોરણ મુજબ સોસાયટીને કોમન જગ્યા ફાળવવામાં આવી જોઈએ તે પણ ફાળવાય નથી.

આમ વાહનોની અવર જવર સી-વિંગમાંથી થતી હોવાને કારણે એ અને બી વિંગ વાળા ને વાહન પાર્ક કરવા પણ મુશ્કેલ રૂપ બને છે. જ્યારે છત પર ટાંકીના પાઈપમાંથી લીકેઝને કારણે પાણી ભરાયેલા રહે છે. રહીશોને અનેક મુશ્કેલી હોવા છતાં તંત્ર દ્વારા બિલ્ડરોની જેમ અસુવિધાઓનો ઉકેલ કરવા હાથ ઊંચા કરી દેવાતા રોષ ફેલાયો છે. રહિશો સોસાયટીનો વહીવટ હેન્ડ ઓવર કરવા તૈયાર નથી.

ગંદકી, ભરાતા પાણી, ટ્રાન્સફોર્મરથી ખતરો
એરોડ્રામ રોડ પર રૂવા ટીપી સ્કીમમાં કોર્પોરેશન દ્વારા 120 રહેણાકની આવાસ યોજનાની સ્કીમ જે બનાવવામાં આવી છે અનેક સુવિધાઓને કારણે રહીશોને ભારે હાલાકી પડે છે. બાળકોના પ્લેગ્રાઉન્ડ પાસે જ વીજ ટ્રાન્સફોર્મર, આવાસ યોજનાની એન્ટ્રી પાસે જ ગંદકી, વરસાદી પાણીના ભરાવા, પાર્કિંગ સહિતના પ્રશ્ન વહેલી તકે ઉકેલવા જરૂરી છે. - બકુલેશ પડીયા, રહિશ

ટ્રાન્સફોર્મેરને બેરીકેટ માટે PGVCLને જાણ કરાઈ છે
રૂવા ટીપી સ્કીમના આવાસ યોજનામાં પીજીવીસીએલની અને જગ્યાની અનુકૂળતા મુજબ વીજ ટ્રાન્સફોર્મર મુકાયું છે. જેમાં લોકોની સુરક્ષા માટે બેરિકેટ મુકાવવા પણ પીજીવીસીએલને જાણ કરાઈ છે. તદુપરાંત આવાસ બહાર નખાતા કચરા માટે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે. બાંધકામ નિયમ મુજબ જ કરાયું છે.- એન.બી. વઢવાણીયા, ઇન્ચા.કા.પા.ઈ., ટી.પી.

અન્ય સમાચારો પણ છે...