ગઢડા(સ્વામીના) તાલુકાના રાજપીપળા ગામે રહેતા એક પટેલ પરિવાર રાજકોટ મુકામે દવાના કામે ગયેલ તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી રોકડ તથા સોનાના દાગીના સહિત આશરે રૂપિયા 15 લાખના મુદ્દામાલ ની તસ્કરી થયેલ હોવાની પોલીસ ફરીયાદ નોંધાવા પામેલ છે.
રાજપીપળા ગામે રહેતા અરજણભાઇ પરશોતમભાઈ મોરડીયા ગત તા.28 એપ્રિલના મકાનને તાળું મારી પરિવાર સહિત રાજકોટ ખાતે દવાખાના ના કામ સબબ ગયા હતા. આ દરમિયાન 30 તારીખે પરત ફરતા મકાનના મુખ્ય દરવાજા અને ચારેય રૂમ ના તાળા તૂટેલા હોવાનું અને ઘરમાં રહેલા લોખંડ ના કબાટ તિજોરી માં તપાસ કરતા કબાટમાં રાખેલ રોકડ રકમ રૂપિયા સાડાત્રણ લાખ તથા 10 તોલાનો સોનાનો હાર અને બીજા સોનાના દાગીના આશરે રૂપિયા 15 લાખ ૨૫ હજાર ના મુદ્દામાલ ની તસ્કરી થવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ઘરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.