નગરજનોને અગવડતા:વાવાઝોડા બાદ ભાવનગરમાં ઠેરઠેર ઝાડ-પાંદડાનું સામ્રાજ્ય

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદગતિએ ચાલતી કામગીરીને કારણે નગરજનોને અગવડતા

તાઉતે વાવાઝોડાની તિવ્રતા તળે ભાવનગર ખેદાન મેદાન થઇ ગયુ હતુ અને 9 દિવસ બાદ પણ શહેરમાં ઠેરઠેર વેરણ થયેલા વૃક્ષો, પાંદડાઓનું સામ્રાજ્ય છે. સરકારી તંત્રની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઇ રહ્યો છે, અને નાગરિકોને અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ચોમાસુ ઢુંકડુ છે અને ભાવનગર શહેરમાં ઠેર ઠેર આવેલી સ્ટ્રોમ વોટર લાઇન, પાણીના નિકાલના ઢાંકણા સાફ કરવાનું મુર્હૂત જાણે તંત્ર શોધી રહ્યું હોય તેમ હજુ સુધી કોઇ ઠેકાણા નથી.

તાજેતરમાં વાવાઝોડા દરમિયાન પડેલા વરસાદના પાણીનો પણ નિકાલ થવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી. પોશ વિસ્તારોમાં જે નવા માર્ગ બનાવવામાં આવ્યા છે ત્યાં વરસાદી પાણીના નિકાલ અંગે સમસ્યાઓ સર્જાવાની વકી છે. વાવાઝોડાને કારણે ભાવનગર શહેરમાં વૃક્ષો ઠેરઠેર પડી ગયેલા છે, 9 દિવસ બાદ પણ તંત્રની ધીમી કામગીરીને કારણે પાંદડા, ડાળીઓ રસ્તા પર છે, અને વાહનચાલકો માટે અઘોષિત ડાયવર્ઝન બનાવીને બેઠા છે.

સરકારી તંત્ર ઉપરાંત નાગરિકો પણ પોતાની રીતે ઝાડ-પાંદડા દૂર કરી રહ્યા છે, છતા 9 દિવસના અંતે હજુ અનેક રસ્તા પર અડચણો છે.વૃક્ષો, વીજ પોલ પડવાના અનેક બનાવો બન્યા હતા. પરંતુ સરકારી તંત્રે પણ વધારાના કર્મચારીઓ કામે લગાડી અને અડચણો દૂર કરવા અને નાગરિકોને હાડમારીઓનો સામનો કરવો ન પડે તે દિશામાં કામ કરવું જરૂરી બને છે.

અન્ય સમાચારો પણ છે...