વીજકાપ:સોમવારથી 3 દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ રહેશે

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેશે
  • ગરમી ઓછી થઈ નથી ત્યારે સોમવારે ન્યૂ ટાઉન ફીડર મંગળવારે ઉલ્હાસ ફીડર અને બુધવારે હલુરીયા ફીડરના વિસ્તારોમાં વીજકાપ

શહેરમાં તારીખ 13 જૂનને સોમવારથી ત્રણ દિવસ સુધી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તા.13 જૂનને સોમવારે સીટી સબ સ્ટેશનના ન્યૂ ટાઉન ફીડર હેઠળના ટાઉનહોલ, હાઇકોર્ટ, જિલ્લા પંચાયત, રોયલ કોમ્પ્લેક્સ, ભીડભંજન, કેસરીનંદન કોમ્પલેક્ષ, રામવાડી, કલેકટર કચેરી, મહાનગર પાલિકા કચેરી, બંસલ ઇન્ફ્રા કોન, શિલ્પી નગર, સાઈ ઇનડક્ટો, ઈન્કમટેક્સ ઓફિસ, ટેક્સી સ્ટેન્ડ, બ્લુ હિલ, જ્યુબીલી હોટલ જશોનાથ મહાદેવ, મેલ્ટ તેમજ આજુબાજુના અમુક વિસ્તારમાં સવારના છ વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.

તા.14 જૂન અને મંગળવારે બંદર રોડ સબ સ્ટેશનના ઉલ્લાસ ફીડર હેઠળના ખેડુતવાસ, રજપૂત સોસાયટી, દાઢીની હોટલ, શિશુવિહાર સર્કલ, ભીલવાડા ચોક, શિશુવિહાર સર્કલથી ક્રેસન્ટ સર્કલ, યુસુફ પાર્ક, મહેંદી સ્કૂલ, પ્રભુદાસ તળાવ ચોક, શિવ શક્તિ હોલ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 6.30થી 11.30 દરમિયાન વીજ પુરવઠો મળશે નહીં. તા.15 જૂનને બુધવારે બંદર રોડ સબ સ્ટેશનના હલુરિયા ફીડર હેઠળના આનંદ નગર ત્રણ માળિયા, વણકરવાસ, વિમાનુ દવાખાનુ, મ્યુનિસિપલ ક્વાર્ટર, ગૌતમ ફ્લેટ દીપક ચોક, દીપક ચોકથી શિશુવિહાર, બોરડીગેટ તથા સ્ટાર પ્લાઝા વિસ્તારમાં સવારના 6.30થી 11.30 સુધી વીજ પુરવઠો મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...