બેઠક:હાઇસ્કૂલોમાં આ વર્ષે વર્ગ ઘટાડાની નીતિમાં નવા ફેરફાર કરાશે નહી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોના પડતર પ્રશ્નોની ઉકેલની ખાત્રી અપાઇ
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઓનલાઇન કામગીરીમાં મુશ્કેલી, પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું વિ. બાબતે રજૂઆત

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે યોજાયેલ મંત્રણાઓ તથા શિક્ષણમંત્રીની મુલાકાત અન્વયે થયેલી રજૂઆતના ફોલોઅપ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા કમિશનર કચેરી તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં 21 ડિસેમ્બર,2020ના વર્ગ ઘટાડા અંગેના ઠરાવ અન્વયે વર્તમાન શૈક્ષણિક વર્ષમાં સરાસરી ન જળવાતી હોય તેવા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા સુચના મળેલ છે. જે અંગે રજૂઆત કરતાં શિક્ષણ વિભાગમાંથી નિર્ણય ન થાય ત્યાં સુધી આવા વર્ગ ઘટાડા ન કરવા એચ.એન ચાવડાએ મૌખિક સુચના આપી છે.

પ્રવાસી શિક્ષક અંગેની નવી નીતિ નક્કી થયેલ છે. ટૂંક સમયમાં આવી જશે. જેમાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું વધશે. ઉચ્ચતર પગાર ધોરણને ભવિષ્યમાં પી.એફ.એમ.એસ. દ્વારા ઓનલાઇન મંજૂર કરવાનું શરૂ થશે. જેથી ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલનો શ્રેયાન ક્રમાંક ઓનલાઇન પડશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આના કારણે ઉચ્ચતર પગાર ધોરણની મોટા ભાગની ફરિયાદોનો અંત આવશે. બદલીના કિસ્સામાં ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓમાં પતિ-પત્નીના કિસ્સામાં એકની નોકરી ગ્રાન્ટેડ શાળામાં હશે તથા બીજાની પ્રાથમિક શાળામાં હશે તો પ્રાથમિક શાળાના શિક્ષકને દંપતી કિસ્સામાં બદલીનો લાભ મળે તે અંગે નિર્ણય લેવાઈ ગયો છે.

ટૂંક સમયમાં જાહેરાત થશે. ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ મળે તેવી પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. અન્ય કિસ્સામાં બદલી અંગેની રજૂઆત પ્રક્રિયા ચાલુ છે. ઓનલાઇન કામગીરીમાં પડતી તકલીફ, શાળા દીઠ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન શાળા દીઠ, એકમ કસોટીનો ઝેરોક્ષ ખર્ચ, જૂના શિક્ષક તથા ખાલી જગ્યાઓની ભરતી તેમજ અન્ય બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ટૂંક સમયમાં તેનો ઉકેલ આવશે. આમ આ વર્ષે માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીકની શાળાઓમાં વર્ગ ઘટાડાની 21 ડિસેમ્બર 2020ની નિતીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહી.

અન્ય સમાચારો પણ છે...