ઓનલાઇન ફોર્મ ભરવાનો આરંભ:ધોરણ 10માં તમામ વિદ્યાર્થીઓ માટે નવા અભ્યાસક્રમના જ પ્રશ્નપત્ર રહેશે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી ધો.10ની બોર્ડની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાનો આરંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 2022ના વર્ષમાં લેવાનારી ધો.10 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાનો આરંભ તા.22 નવેમ્બરથી ઓનલાઇન આરંભ થશે. ધો.10 તથા સંસ્કૃત પરીક્ષાના તમામ પ્રકારના નિયમિત, ખાનગી, રિપીટર તથા પૃથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. આ વર્ષે ધો.10ના માર્ચ-2022ના તમામ ઉમેદવારો માટે નવા અભ્યાસક્રમ મુજબના જ પ્રશ્નપત્રો રહેશે. ધો.10ના નિયમિત ઉમેદવારો માટે પ્રશ્નપત્ર 80 માર્કના અને 20 ગુણ શાળા કક્ષાએથી આંતરિક મૂલ્યાંકનના આપવામાં આવશે.

ધો.10ના રેગ્યુલર ફી સાથેના આવેદપત્રો તા.22 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન બોર્ડની વેબસાઇટ www.gesb.org પર ભરી શકાશે. આવેુદનપત્રો ફક્ત ઓનલાઇન માધ્યમથી જ ભરવાના રહેશે. તમામ ઉમેદવારોની અટક, નામ, પિતાનું નામ, જીઆર નંબર, જન્મ તારીખ, ઉમેદવારના વાલીની વાર્ષિક આવક, ઉમેદવારનો મોબાઇલ/લેન્ડલાઇન નંબર, ફોટો તથા સહી વિગેરે વિગતો એકઠી કરીને તૈયાર રાખવા આચાર્યોને તાકીદ કરાઇ છે.

આ વિગતોની ખરાઇ વાલી પાસે કરાવી લેવી. ધો.10માં રેગ્યુલર વિદ્યાર્થી માટે ફી રૂ.355, નિયમિત રિપીટરને એક વિષય માટે રૂ.130, બે વિષય માટે રૂ.185, ત્રણ વિષય માટે રૂ.240 અને ત્રણથી વધુ વિષય માટે ફી 345 રહેશે. પૃથ્થક ઉમેદવાર માટે એક વિષય માટે રૂ.185, બે વિષય માટે રૂ.185, ત્રણ વિષય માટે રૂ.240, ખાનગી નિયમિત ઉમેદવાર માટે રૂ.730, એક વિષય માટે રૂ.130, બે વિષય માટે રૂ.185, ત્રણ વિષય માટે રૂ.240 અને ત્રણથી વધુ વિષયો માટે રૂ.345 ફી રહેશે તેમ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.

ગણિતનો વિકલ્પ ઓનલાઇન ફોર્મમાં જ આપવો
માર્ચ-2022થી ધો.10માં ગણિત વિષયમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે વિકલ્પ પૈકી એકની પસંદગી બોર્ડની પરીક્ષા માટે કરવાની રહેશે અને આ પસંદગી ઓનલાઇન જ આપવાની રહેશે. જે બાબતે પ્રિન્સિપલ એપ્રૂવલ આપતા પહેલા વિદ્યાર્થી અને વાલીને ધ્યાને આ બાબત લાવવાની રહેશે.

ધો.10ના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે સૂચના
તમામ વિદ્યાર્થીઓ માટે નવા કોર્સના પેપર રહેશે. તમામ પેપર 80 ગુણના અને 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના રહેશે. ધો.10માં 80 પ્લસ 20ની પદ્ધતિએ લેવાનારી આ બોર્ડની પરીક્ષામાં રેગ્યુલર વિદ્યાર્થીઓએ 80માંથી 26 અને 20માંથી 7 ગુણ મળીને કુલ 33 ગુણ પાસ થવા માટે મેળવવા જરૂરી ગણાશે. દિવ્યાંગો માટે 20 ટકા ગુણ લેખે 80માંથી 16 અને 20માંથી 4 મળીને કુલ 20 ગુણ મેળવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...