મહિલા સશક્તિકરણ:જિલ્લામાં 49 સખી મતદાન મથક રહેશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો પ્રયાસ
  • આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવા આવશે

વિધાનસભા ચુંટણીમાં ભાવનગર જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ તમામ સાતેય વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 49 મતદાન મથકો “ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત થશે.

મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં 121 મહુવા-25, 123 મહુવા-27, 125 મહુવા-29,138 મહુવા-42, 139 મહુવા-43, 150 મહુવા-54, 186 ભાદ્રોડ-૧નો સમાવેશ છે.તળાજામાં 117 તળાજા-2, 118 તળાજા-3, 119 તળાજા-4, 126 તળાજા-11, 131 તળાજા-16, 133 તળાજા-18 અને 134 તળાજા-19નો સમાવેશ થાય છેે. ગારિયાધારમાં 92 ગારિયાધાર-1, 94 ગારિયાધાર-3, 97 ગારિયાધાર-6, 99 ગારિયાધાર-8, 100 ગારિયાધાર-9, 116 ગારિયાધાર-25 અને 117 ગારિયાધાર-26નો સમાવેશ થાય છે.

પાલિતાણામાં 262 ગણેશ નગર પ્રાથમિક શાળા રૂમ નંબર-2 પાલિતાણા, 264 સિંધી કેમ્પ પ્રાથમિક શાળા પશ્ચિમ બાજુનો રૂમ-2 પાલિતાણા, 278 સ્વામી વિવેકાનંદ કે. વી. શાળા નવું બિલ્ડિંગ રૂમ નં -1 પાલિતાણા, 285 નગરપાલિકા કચેરી વચ્ચેના રૂમની નીચે પાલીતાણા, 292 ગાયત્રી મંદિર કે. વી. શાળા નવું બિલ્ડીંગ, રહેમાનદાદાની વાડી રૂમ નં 1 પાલિતાણા, 306 હાઇસ્કુલ પાલિતાણા રૂમ નં 2 સાડી ભવનની સામે પાલિતાણા, 309 સી. એમ. વિદ્યાલય પૂર્વની બાજુનો રૂમ નં ૧ શેત્રુંજી હોસ્પિટલની નજીક તળેટી રોડનો સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય 106 સીદસર-6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોસ્ટેલ, 121 અધેવાડા-8 દિવ્ય જ્યોત શાળા, 213 શિહોર-30 એલ.ડી. મુનિ હાઇસ્કુલ, 224 સિહોર-40 જે. જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ, 226 જે. જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ, 315 ઘોઘા-8 ઘોઘા ઇંગ્લિશ સ્કૂલ, 320 ઘોઘા-13 ઘોઘા ઇંગ્લિશ સ્કૂલનો સમાવેશ થાય છે.

ભાવનગર પૂર્વ 112 ભાવનગર-89 કૃષ્ણકુમારસિંહજી એવેન્યુ, રૂમ નં-4, પ્લોટ નં.938, 94 ભાવનગર-72 ગાંધી મહિલા કોલેજ રૂમ નં-2, 147 ભાવનગર-125 સેન્ટ મેરી હાઈસ્કૂલ,એલ. કે. જી/એ રૂમ, ઘોઘા રોડ, 157 ભાવનગર 135 બી. એમ. કોમર્સ હાઇસ્કુલ, રૂમ નં-6, ઘોઘા સર્કલ, 216 ભાવનગર-194 વંદન વિદ્યાર્થી ઘર, રૂમ નં. 10 હીલ ડ્રાઈવ, 207 ભાવનગર-185 રઘુકુલ પ્રાથમિક શાળા, ભારત એકેક્ષ રૂમ નં. 4, 83 ભાવનગર-61 જલારામ બાપા પ્રાથમિક શાળા નં. 14, રૂમ નં. 2-નો સમાવેશ થાય છે.

ભાવનગર પશ્ચિમ 156 ભાવનગર- 138, 175 ભાવનગર- 157, 164 ભાવનગર-146, 182 ભાવનગર-164, 183 ભાવનગર-165, 184 ભાવનગર-166, 186 ભાવનગર-168નો સમાવશે થાય છે. આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવા આવશે.

અન્ય સમાચારો પણ છે...