મેરીટના આધારે પ્રવેશ:યુનિ.માં પ્રવેશ વંચિત છાત્રો માટે 3 દિવસ કાર્યવાહી થશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ખાલી જગ્યા પર મેરીટના આધારે પ્રવેશ અપાશે
  • ફોર્મ ન ભર્યા હોય તે ફોર્મ ભરી શકશે અને એડિટ પણ કરી શકશે, 14થી 16 જુલાઈ સુધી પ્રક્રિયા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, એલએલબી તેમજ બીએડ અને બીએડ (એચ આઈ) વગેરે અભ્યાસક્રમમાં સેમેસ્ટર-1 કક્ષાએ જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે તેવા વિદ્યાર્થીઓએ જો ફોર્મ ભર્યું ન હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હશે તેવા વિદ્યાર્થીઓ ફોર્મ એડિટ પણ કરી શકશે.

તારીખ 14 જુલાઈથી 16 જુલાઈ એમ ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ જે કોલેજ ભવન કે કેન્દ્રમાં સીટ ખાલી હોય ત્યાં આચાર્ય કે અધ્યક્ષનો સંપર્ક કરી કોલેજ કે ભવનના સમય દરમિયાન જરૂરી આધાર સાથે મેરિટના આધારે સીટ ખાલી હોય ત્યાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે.

યુનિવર્સિટી દ્વારા વધુમાં જણાવ્યું છે કે આવી કોલેજ કે ભવનમાં જગ્યા ભરાઈ જતા સંસ્થા દ્વારા પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક તેમજ અનુસ્નાતક, યુ જી અને પી જી ડિપ્લોમા તેમજ અન્ય અભ્યાસક્રમ સેમેસ્ટર-1ની પ્રવેશ કાર્યવાહી યુનિવર્સિટીના પોર્ટલ પર તારીખ 16 જુલાઈના રોજ સાંજે છ વાગ્યા સુધી તેમજ પીઇસી માટે સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે જેની તમામ સંબંધિત વિદ્યાર્થીઓને નોંધ લેવા ઇન્ચાર્જ કુલ સચિવ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...