ભક્તિ, ભૂંગળ અને ભવાઈનો ત્રિવેણી સંગમ:ભાવનગરના શક્તિધામ ભંડારિયામાં આરતીમાં ભક્તોની ભારે ભીડ જામી

ભાવનગર2 મહિનો પહેલા

ભાવનગરના ભંડારિયા શક્તિધામ બહુચરાજી માતાના પુરાણ પ્રસિદ્ધ સ્થાનકે નવરાત્રી ઉત્સવનો શ્રદ્ધા ભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે, ભંડારિયામાં ઉજવાતા નોરતા તેની પ્રાચિન પ્રણાલિકા અને પરંપરાથી ગોહિલવાડમાં વિખ્યાત છે. અહીં બહુચરાજી માતાના સાનિધ્યમાં ભક્તિ, ભૂંગળ અને ભવાઈનો ત્રિવેણી સંગમ રચાયો છે માતાજીની ભક્તિમાં ભાવિક ભક્તો લીન બને છે,

શક્તિધામ ભંડારિયામાં આઠમના દિનનું વિશેષ મહત્વ
દરમિયાન તા.3ને સોમવારે આઠમ નિમિતે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી હવન અને મોડીરાત્રે માતાજીનો સ્વાંગ નીકળશે, શક્તિધામ ભંડારિયામાં આઠમના દિનનું વિશેષ મહત્વ રહેલું છે .આ પ્રસંગે હજ્જારો યાત્રિકો ઉમટી પડે છે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ યાત્રિકો માટે મહાપ્રસાદ સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે.

શાહી ઠાઠથી થતી માતાજીની આરતીનો નજારો
નવરાત્રિમાં અહી દરરોજ ભાવિકોનો પ્રવાહ વહી રહ્યો છે. રાત્રે ભૂંગળના સુર, મશાલ અને ચામર ઢાળી શાહી ઠાઠથી થતી માતાજીની આરતીનો નજારો માણવા જેવો હોય છે, દિવ્ય અને ભવ્ય માહોલ સાથે ભાવિકો આધ્યાત્મિકતાનો અહેસાસ કરે છે. તો પરંપરા મુજબ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને કલા વારસાને જાળવી રાખી શક્તિ થિયેટરના રંગ મંડપમાં ભવાઇના અંશ સમાં નાટકો ભજવાઈ રહ્યા છે. રાજકીય, સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારી અને પદાધિકારીઓ સહિતના સમાજના અગ્રગણય લોકો તથા યાત્રિકો,ભાવિકો નવરાત્રિ ઉત્સવમાં સામેલ થઈ ધન્યતા અનુભવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...