તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:એક વર્ષમાં ડેન્ગ્યૂનાં દર્દીમાં 98% અને કમળાનાં દર્દીઓમાં 96% ઘટાડો થયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં અન્ય રોગના દર્દીઓની સંખ્યા નહિવત

ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડેન્ગ્યુ ફીવર નાં દર્દીઓનો આંકડો 400 થી વધારે રહ્યો હોય છે. કોરોના આવ્યા બાદ લગભગ બધું બંધ રહેવાથી ડેન્ગ્યુ, કમળો અને વાઇરલ ફીવર નાં દર્દીઓમાં ખૂબ ઘટાડો થયો છે. કોરોના નાં કેસ ની સંખ્યા જેમ જેમ વધી તેમ અન્ય રોગના દર્દીઓ ઘટતા ગયા છે. કારણકે લોકોની અવર જવર અને લોકલ ટ્રાન્ઝીશન પણ ઘટયું છે. ડેન્ગ્યુ નાં દરદીઓમાં 2020 માં ડેન્ગ્યુ નાં દર્દીઓમાં 87 ટકા અને જૂન 2021 સુધીમાં 98 ટકા ઘટાડો થયો છે. જ્યારે કમળા નાં દર્દીઓમાં 2020 માં 73 ટકા અને 2021 જૂન સુધી 96 ટકા દર્દીઓનો ઘટાડો થયો છે.

દર્દીઓ ઘટવા પાછળનું સૌથી મોટું કારણ લોકોની ઘટેલી અવરજવર અને સંક્રમિત લોકોનું પણ અહીં ન આવવું ગણી શકાય. ભાવનગર માં છેલ્લા દોઢ વર્ષથી વાઇરલ ફ્લુ નાં એકપણ કેસ શહેરમાં નોંધાયા નથી. કોરોના અને વાઇરલ ફ્લૂ નાં લક્ષણો એકબીજાને મળતા આવતાં હોવાથી તે બંને ને અલગ પાડવા શક્ય બનતું નથી. હવે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વાઇરલ ફ્લુ ના દર્દીઓ તો આવશે જ પરંતુ કોરોનાનાં દર્દીઓથી અલગ પાડવા ખૂબ અઘરા બનશે.

ઈન્ફ્લુએન્ઝાની રસીથી કોરોનાથી આંશિક રક્ષણ આપે છે, 27000 દર્દીઓ પર રિસર્ચ
ચોમાસામાં બાળકોમાં વાઇરલ ફ્લૂ, ઝાડા - ઉલ્ટી, ડેન્ગ્યુ અને કમળા, અસ્થમા અને એલર્જી નાં રોગ ખૂબ જોવા મળશે. અમેરિકન જર્નલ ઓફ ઇન્ફેક્શન કંટ્રોલ અનુસાર ઇન્ફ્લ્યુએનઝાની રસી કંઇક હદે કોરોના સામે પણ રક્ષણ આપે છે. 27 હજાર થી વધુ દર્દીઓ પર થયેલ એક રિસર્ચ અનુસાર ઇન્ફ્લ્યુએનઝાની રસી લીધેલા દરદીઓમાં કોરોનાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. જે દર્દીઓને કોરોના હતો તેઓમાં લક્ષણો ઓછા જોવા મળ્યા હતા. તેમને દાખલ કરવાની કે વેન્ટીલેશન આપવાની પણ જરૂર ઓછી રહી હતી. માટે બાળકોને રસી મુકાવવી જોઇએ. ઉપરાંત તેમને સાફ સફાઈ નું ધ્યાન રાખવાનું કહેવું જોઈએ. બહારની વધુ વસ્તુઓ ખાવાની અને ખરાબ પાણી પીવાથી ઝાડા, ઊલ્ટી નાં પણ કેસ ખૂબ વધતા હોય છે.

ડેન્ગ્યૂનાં દર્દી
2001 - 410 કેસ
2020 - 53 કેસ(87 % ઘટાડો)
જૂન 2021-13 કેસ (98% ઘટાડો)

કમળાનાં દર્દી
201 - 136 કેસ
2020 - 37 કેસ (73% ઘટાડો)
જૂન 2021- 09 કેસ (96% ઘટાડો)

સિઝનલ ફ્લૂ
2019 - 120 કેસ
2020 - 00 કેસ (100% ઘટાડો)
2021 - 00 કેસ (100% ઘટાડો)

અન્ય સમાચારો પણ છે...