તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉલાળીયો:રાણીકાની શાક માર્કેટમાં હજુ કોરોનાનો કોઇ ડર વર્તાતો નથી

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરની બીજી સૌથી મોટી શાક માર્કેટમાં હૈયેહૈયુ દળાય

ભાવનગરની બીજા ક્રમાંકની સૌૈથી મોટી રાણીકાની શાકમાર્કેટમાં કોરોના સંબંધિત તમામ સરકારી ગાઇડ લાઇનનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે, અને આ બાબત લાલબત્તી સમાન છે. અહીં વેપાર કરતા લારી ધારકો, ગ્રાહકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું જરાયે પાલન કરતા નહીં હોવાથી આ માર્કેટ હવે ભાવનગરમાં સુપર સ્પ્રેડર પણ બને તે પહેલા તંત્ર દ્વારા પગલા ભરવા આવશ્યક છે.

રાણીકા લીમડીવાળી સડક પર દૈનિક ધોરણે જે શાકમાર્કેટ ભરાય છે તેમાં લારીઓ પણ એકદમ બાજુબાજુમાં ખડકી દેવામાં આવે છે, તેના કારણે ગ્રાહકો હૈયેહૈયુ દળાય તે રીતે ઉમટી પડે છે. ભાવનગરમાં મોટી શાકમાર્કેટથી પણ વધુ રાણીકાની માર્કેટ વિકસતી જાય છે, અહીં શાકભાજી, ફ્રુટ, કટલરી, ચપ્પલ, ખાણીપીણી, નાસ્તા, નોનવેજ સહિતના સ્ટોલ ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય દિવસોમાં હોય છે. કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે બે લારીઓ વચ્ચે જરાયે અંતર જાળવવામાં આવતુ નથી જેના પરિણામે ગ્રાહકો ઉપરા-ઉપરી પડે છે.

કોરોનાની દ્વિતિય લ્હેર એટલી ઘાતક અને વધુ પ્રમાણમાં ફેલાયેલ છે કે તેને કાબૂમાં લેવો હજુ તંત્રની પહોંચની બહાર છે. રાણીકાની બજારમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા કોરોનાથી બચવાના પાયાના અને આવશ્યક બાબતોનો ઉલાળીયો કરવામાં આવે છે. નવાઇની બાબત તો એ છે કે તંત્રના ધ્યાન ઉપર આ તમામ બાબત હોવા છતા આજદિન સુધી નમુનો બેસાડી શકાય તેવા પગલા લેવામાં આવ્યા નથી. રાણીકાની બજારમાં સત્વરે નિયમોનું પાલન કરાવવમાં નહીં આવે તો ભાવનગરમાં આ બજાર સુપર સ્પ્રેડર પણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો