કોરોના અપડેટ:ભાવનગર શહેર-ગ્રામ્ય કોરોનામુક્ત થવાને આડે હવે એક જ કેસ બાકી

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં કોરોનાનો રિકવરી રેઇટ 98.61 ટકા થઇ ગયો
  • શહેરમાં શનિવારે 1 મહિલા-1 પુરૂષ દર્દી કોરોનામુક્ત, 1 દર્દી સારવારમાં

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવમાં બે દર્દીઓ સાજા થઇ જતા હવે સમગ્ર શહેર અને જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ દર્દી સારવારમાં હોય આ દર્દી રિકવર થઇ જતા સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લો પુન: કોરોનામુક્ત થઇ જશે. હાલ ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ તો એક પણ કેસ સારવારમાં નથી. ભાવનગર શહેરમાં આજે કોરોનાની સારવાર લઇ રહેલો એક પુરૂષ અને એક મહિલા દર્દીએ કોરોનાને પરાજિત કરતા આ બન્ને દર્દી કોરોનામુક્ત થતા હવે ભાવનગર શહેરમાં કોરોનાનો એક્ટિવ દર્દી માત્ર એક રહ્યો છે.

ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 14022 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 13861 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.85 ટકા થઇ ગયો છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય-તાલુકા ક્ષેત્રે આજ સુધીમાં કોરોનાના કુલ 7446 કેસ નોંધાયા છે અને તે પૈકી 7308 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ જતા ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.15 ટકાએ યથાવત રહ્યો છે.

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 21,468 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 21,169 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા સમગ્ર શહેર-જિલ્લામાં રિકવરી રેઇટ વધીને 98.61 ટકા થઇ ગયો છે. હવે સમગ્ર ભાવનગર જિલ્લો પન: કોરોનામુક્ત થવાને આડે શહેરમાં માત્ર એક જ દર્દી સારવારમાં છે. તે સાજો થઇ જાય એટલે સમગ્ર જિલ્લો પુન: કોરોનામુક્ત થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...