કાર્યવાહી કરવા માંગ:મહુવામાં અલગથી ટ્રાફિક નિયંત્રણ માટે વ્યવસ્થા ઉભી કરવાની જરૂર

મહુવા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ પાર્ક કરનારાઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવા માંગ
  • ટ્રાફિક નિયંત્રણ સેલનું અસ્તિત્વ જ ન હોવાથી ગમે ત્યા વાહન ઉભુ રખાય છે

મહુવા પોલીસ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત ટ્રાફિક નિયંત્રણ સેલનું અસ્તિત્વ જ નથી. મહુવામાં અલગથી ટ્રાફિક નિયંત્રણ તંત્રની વ્યવસ્થા ઉભી કરવાની માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે. મહુવા શહેરની વસ્તી, વિકાસ અને વિસ્તાર વધતા મોપેડ, સ્કુટર મોટર સાયકલ જેવા વાહનોનો વધારો થયો છે.

વાહન ધારકો શહેરમાં પાર્કિંગ સુવિધા હોય તો પણ રોડ ઉપર વાહન પાર્ક કરે છે. આ પ્રશ્નને હલ કરવા ગંભીર અને કાયમી ઇલાજવાળા પગલા ભરવા માંગ ઉભી થવા પામી છે. આ માટે આડેધડ પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરવામાં આવે અને દંડનાત્મક કાર્યવાહી થાય તો જ રોડ ઉપર પાર્ક કરવાની કુટેવ સુધરે. મુખ્ય રસ્તાને જોડતા ખાંચા ગલ્લીમાં રીક્ષા પાર્ક કરી અડધી ગલ્લી રોકતા જોવા મળે છે.

વળી મુસાફરો લેવા અને ઉતારવા સાઇડમાં જવાને બદલે રોડની વચ્ચે ઉભા રહી ટ્રાફિક જામ કરે છે. પોલીસ અને નગર પાલિકા સયુંકત રીતે રીક્ષા સ્ટેન્ડ નિયત કરી કેટલી રીક્ષા નિયત કરેલ સ્ટેન્ડમાં પાર્ક કરી શકાય તેના સાઇન બોર્ડ બનાવી રીક્ષાના આડેધડ પાર્કિગને અને ખાંચા ગલ્લીમાં અડીગો જમાવતા રીક્ષા ચાલકોને રીક્ષા સ્ટેન્ડમાં જ રીક્ષા પાર્ક કરવા સુચના આપી આ વ્યવસ્થા ગોઠવાય તો જ રોડ ઉપર ટ્રાફિક અડચણ દુર થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...