માંગ:ટ્રાફિકથી 24 કલાક ધમધમતા અધેવાડા રોડના ઠેકાણા નથી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર થી તળાજા હાઇવે RCC રોડ બન્યો પણ
  • અધેવાડા બાયપાસના કામને અગ્રતા આપી ઝડપી કામ કરવા લોકોની માંગ

ભાવનગર થી તળાજા રોડ જે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આર સી સી રોડ બની રહેલ છે.તળાજા સુધીનાં મોટાભાગના ગામોમાં બાયપાસ રોડ પણ તૈયાર થવામાં છે જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ અઘેવાડા બાયપાસના કોઈ ઠેકાણાં નથી. આ સમગ્ર બાયપાસ બી એમ સી ની ટીપી સ્કીમમાં સમાવિષ્ટ છે અને ડીપીરોડ પણ નકશામાં સમાવિષ્ટ છે.સરકાર દ્વારા પણ જમીન સંપાદન થઈ ગયેલ છે અને ટોપ થ્રી સીનેમા રોડ ઝાંઝરીયા તરફ અડઘે સુધીનો રોડ પણ વિકસિત છે તો કયાં કારણે આગળનું કામ અટકયું છે તે એક પ્રશ્ન છે.આ તરફ શહેરનો વિકાસ પણ ઉજ્વળ જણાય છે. હાલમાં ભારે ટ્રાફીક અઘેવાડા ગામ વચ્ચેથી પસાર થાય છે અલંગ જેવા એશિયાના સૌથી મોટા શિપયાર્ડ તરફનો રસ્તો અને ભાવનગર શહેરના પ્રવેશદ્વાર તેવા આ બાયપાસને પ્રાધાન્ય આપવાની જરૂર છે ત્યારે તંત્ર કે લોકપ્રતિનિધિઓએ અગ્રતા આપવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...