તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીઢા ગુનેગાર ઝડપાયા:ભાવનગરમાં 7.19 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી
  • પોલીસે આરોપીઓ પાસેથી કુલ 8.10 લાખનો મુદ્દમાલ કબજે કર્યો

તાજેતરમાં ભાવનગરના શિશુવિહારમાં એક રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં 7.19 લાખના મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 26 જૂનના રોજ બનેલી ઘટનાના આરોપીઓને પકડવામાં ભાવનગરની પોલીસને સફળતા મળી છે. પોલીસ આ ગુનામાં 5 જેટલા આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 7.19 લાખની ચોરીના ગુનામાં અસ્લમ, અહેમદ, મુસ્તાક, મંહમદજુબેર અને આફતાબની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા અસ્લમ અને મુસ્તાકે જણાવ્યું હતુંકે, 26 જૂનના રોજ રાત્રે એકાદ વાગ્યાની આસપાસ પાંચેય આરોપીઓ શહેરના શિશુવિહાર પ્લોટ ન.2608માં રહેતા સાજીદ યુનુસભાઈ હમીદાણીના ઘરે ચોરી કરવા ઘૂસ્યા હતા. રહેણાંક મકાની અગાસી પર ચડી લાકડાના દરવાજાનું પાટીયું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલા, સોનાના દાગીના, રોકડ રૂપિયા, મોબાઇલ ફોન અને લેડીઝ કાંડા ઘડીયાળો મળી કુલ 7.19 લાખની ચોરી કરી હતી. પોલીસે કબૂલાતના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપીઓને પકડવા માટે મહત્વની જગ્યાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ, એએનપીઆર કેમેરાઓની મદદ લેવામાં આવી હતી. તેમજ એલસીબી શાખાના ટેક્નિકલ સોર્સની મદદથી આરોપીની વિગતો એકઠી કરવામાં આવી હતી. પોકેટકોપ એપની મદદથી આરોપીઓએ અગાઉ આચરેલા ગુનાઓ સહિતની મહત્વની માહિતી મળી આવતા આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી.

આરોપીઓ પાસેથી કબ્જે કરેલો મુદામાલ
આરોપીઓ પાસેથી 2 નંગ સોનાના પાટલા, 4 નંગ સોનાની બંગડી, સોનાનું પેંડલ, બુટ્ટી, 5 નંગ સોનાની વિંટી, ત્રણ લેડીઝ કાંડા ઘડિયાળ, ઇમીટેશન જ્વેલરી, 3 નંગ મોબાઇલ, રોકડ રૂપિયા સહિત કુલ 8 લાખ 10 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ અને તેમનો ગુન્હાહિત ઇતિહાસ
1.) અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ ઉવ.31 રહે.પ્રભુદાસ તળાવ,જનતાનગર મફતનગર ભાવનગર
- ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જુગારના ગુન્હામાં પકડાયેલો છે.
2.) અહેમદભાઇ અલ્તાફભાઇ સેતા ઉવ.24 રહે.દાંતીયા વાળી શેરી,દિવાનપરા રોડ ભાવનગર
- ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામાં પકડાયેલો છે.
3.) મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારીયા ઉવ.30 રહે.હાલ સુરત મુળ રહે. જનતાનગર મફતનગર ભાવનગર
- ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ઘરોફોડ ચોરી તથા ઘોઘારોડ પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલો છે.
4.) મંહમદજુબેર જાહીદભાઇ શેખ ઉવ.21 રહે. જનતાનગર મફતનગર ભાવનગર
- ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં લુંટ તથા ખુનની કોશીષના ગુન્હામાં પકડાયેલો છે.
5.) આફતાબ મહમહહનીફભાઇ સેતા ઉવ.૨૪ રહે.કુંભારવાડા ગુ.હા.બોર્ડ કર્વાટર ભાવનગર
- ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...