તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પાલિતાણામાં ઘર સંસ્થામાં પોણા લાખ કરતા વધુની રકમની ચોરી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલિતાણામાં ઘર સંસ્થામાં કોઇ તસ્કરોએ પ્રવેશી રોકડ રકમ સહિતની વસ્તુઓ ઉઠાવી ગયાની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસમાં નોંધાઇ હતી.

પાલિતાણા ભાવનગર રોડ પર રહેતા ડોલરબેન નાનાલાલ કપાસી પોતાના ઘરે જ ભગીની મંડળ પણ ચલાવે છે. તેમના ઘરે ગત મોડી રાત્રીના કોઇ અજાણ્યા તસ્કરોએ દિકરીના ઘર સંસ્થામાં ઓફીસમાં રહેલ કબાટના લોક તોડી કબાટની અંદર પ્લાસ્ટીકના બોકસમાં રહેલ રૂ. 77,000 તથા કપાસી કોલેજમાં રાખેલ વાઇફાઇ રાઉટર ઉઠાવી નાસી છુટ્યા હતા. જે અંગેની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...