તસ્કરી:સાણોદર પંથકમાં વાડીઓમાં તારમાંથી તાંબાની થતી ચોરી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવે તો પુરાવા પણ આપ્યા, સાહેબ ફરિયાદ તો નોંધો!
  • શુક્રવારે રાત્રે જુદા-જુદા આઠ સ્થળોએ વાડીઓમાંથી તાંબુ કાઢી ફેંકી દીધેલા વાયરના રબ્બર મળી આવ્યા

ઘોઘાના સાણોદર ગામની વાડીઓમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ મોટરના વાયરો ચોરી તેમાંથી તાંબાના તાર કાઢ્યા બાદ તેની ઉપરના રબરને ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે સાણોદર ગામના ખેડુતોએ પોલીસને જાણ કરી હતી પરંતુ આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ગત શુક્રવારની રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ઘોઘા તાલુકાના સાણોદર ગામની લગભગ 20 થી 22 જેટલી વાડીઓમાંથી કુવાની મોટરના વાયર ચોરી કરી લીધાં હોવાનો બનાવ સામે આવ્યો હતો આ મામલે સ્થાનિક ખેડુતો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જોકે આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. સ્થાનિક ખેડુતો પાસેથી મળતી વિગતો પ્રમાણે ચોમાસાના સમયગાળા દરમિયાન રાત્રીના સમયે કોઈ ખેડુતો ખેતરમાં રહેતા નથી અને આ મોકાનો લાભ લઈ ગત દિવસોમાં વાડીઓની મોટરના વાયરો કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી લીધી હતો. જે અંગે ઘોઘા પોલીસમાં જાણ પણ કરવામાં આવી હતી. જ્યારે અમુક ખેડુતોએ તેમની વાડીઓમાંથી ઓછી માત્રામાં વાયરોની ચોરી થઈ હોવાથી પોલીસને જાણ કરવાનું ટાળ્યું હતું. પરંતુ છેલ્લા દિવસોમાં આ વિસ્તારની 20 થી 22 જેટલી વાડીઓમાંથી આ પ્રકારની ચોરી થઈ છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

જ્યારે ચોરાયેલા વાયરોમાંથી ચોરોએ તાંબાના તાર કાઢી તેની ઉપરના રબરના કવર સખીવાડા વિસ્તારના દિવેલિયાની જગ્યામાં નાખી દીધેલી હાલતમાં રવિવારે સ્થાનિક લોકોને મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. આ બનાવને લઈને ખેડુતોના ખેતરમાં પડેલાં મોંઘા અને કિંમતી સામાનની સુરક્ષાને લઈને સ્થાનિક ખેડુતો ચિંતિત બન્યા છે ત્યારે અલગ-અલગ ખેતરોમાંથી આશરે 700 ફુટ જેટલા વાયરની ચોરી કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી ચોરોને પકડી પાડે તેવી સ્થાનિક ખેડુતો ઈચ્છી રહ્યાં છે. જ્યારે આ મામલે ઘોઘા PSIએ જણાવ્યું હતું કે, આવી કોઈ બાબત અમારા ધ્યાને આવી નથી પરંતુ આ મામલે તપાસ કરાવીને ચોક્કસથી કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...