તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:મોટા ખોખરા વાડી વિસ્તારમાં સાડા 3 લાખની મતાની ચોરી

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોખંડની પેટીમાં રાખેલા ત્રણ લાખ રોકડા અને 34 હજારના ઘરેણાંની ચોરી

વરતેજ તાબાના મોટા ખોખરા ગામ ની સીમમાં વાડી વિસ્તારમાં આવેલ એક વાડી ના મકાનમાં કોઈ તસ્કરોએ ત્રાટકી રોકડ તથા ઘરેણા ની ચોરી કરી નાસી છુટા ની ફરિયાદ વરતેજ પોલીસ મથકમાં નોંધાઇ હતી.

વરતેજ પોલીસ તાબાના મોટા ખોખરા ગામ ની સીમમાં વાડીમાં રહેતા રમેશભાઇ હીરાભાઈ ચુડાસમા ગઈકાલે રાત્રે ભોજન પતાવીને ઘરના સભ્યો મકાનમાં જુદી જુદી જગ્યાએ સુઈ ગયા બાદ મકાનના રૂમમાં કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રાટકી બારણું ખોલી બારીમાંથી ગ્રીલ તોડી અંદર પ્રવેશી લોખંડની પેટીમાં રાખેલ રૂપિયા ૩ લાખ રોકડા તથા રૂપિયા ૩૪ હજાર ના ઘરેણાની ચોરી કરી નાસી છૂટયા હતા. ઘરધણીએ સવારમાં જાગીને જોયું ત્યારે તેને ચોરી થયાની જાણ થતાં વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્થળ પર જઇ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...