સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સેવાભાવિ કાર્યમાં પ્રેરણા મેળવી રહ્યા છે જેને લઇને તળાજાના યુવાનોમા સેવાની ભાવના વધી રહી છે.સેવા કરવા માટે આર્થિક રીતે સંપન્ન હોવું જરૂરી નથી. ખરાઅર્થમાં સેવા થતી હોવી જોઈએ.
તળાજામા શાક અને ફ્રૂટ વેચવાનો વ્યવસાય કરી આર્થિક રીતે સમાન્ય પરિવારના વિક્રમભાઈ બારૈયા દ્વારા તાજેતરમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલ ત્રણ બહેન અને એક ભાઈને ઘરનો આશરો દાતાઓની સખાવતથી કરી આપી સેવાકાર્યનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે.
આંગણકા ખડસલીયા ગામના વતની દાનાભાઇ અને તેના પત્નીના અકાળે અવસાન બાદ નિરાધાર બનેલ ત્રણ દીકરીઓ અને એક દીકરાને રહેવા માટે પાકું મકાન પણ ન હતું.જોઈતી ઘર વખરી પણ ન હતી. આ પરિવાર ને મદદ માટે અપીલ કરવામાં આવી ત્યારે કોઈએ તન થી તો કોઇએ ધનથી મદદ કરવા માટે હાથ દાતા તરીકે લાંબો કર્યો.
જેના કારણે ધાબાવાળુ મકાન ત્રણેક માસના ટૂંકા ગાળામાં જ તૈયાર થઈ ગયું.માતા પિતા વિહોણી નિરાધાર ત્રણ દીકરી અને એક દીકરા માટે ગ્રહ પ્રવેશ કરાવવાના સમયે દાતાઓએ અનાજનું પણ દાન કર્યું હતું સાથે જોઈતી ઘર વખરી પણ આપીને નિરાધારનો આધાર બનીને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.