તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિપબ્લક ઓફ વુમન ( યુનાઈટેડ નેશન) એજ્યુકેટિવ બોર્ડ દ્વારા ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરવા મહિલા કોલેજની વિદ્યાર્થિની જાનવી મહેતાનો મહત્વની યાદીમાં સમાવેશ કરાયો છે. વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે કાર્યરત અને નારી ઉત્થાન માટે કામ કરતી 1000 મહિલાઓની યાદીમાં જાનવી મહેતાનો સમાવેશ કરાયો હતો.
કુ.જાનવી મહેતા નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એમ.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને યોગના ઇન્ટરનેશનલ ખેલાડી છે અને મિસ યોગિનીનો એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. તાજેતરમાં રિપબ્લિક ઓફ વુમન દ્વારા વિશ્વની નારી સશક્તીકરણ માટે કાર્યરત 1000 મહિલામાં પસંદગી થતા કુ.જાનવી મહેતાએ કોલેજ, ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
જાનવી મહેતાની આ સિદ્ધિ બદલ કોલેજના મે.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને મેં.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી નંદકુવરબા કોલેજ, દેવરાજનગર ની વિદ્યાર્થિનીની પસંદગી કરાઈ હતી.
નંદકુવરબા કોલેજ પ્રોગ્રામ ઓફીસર શૈલેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોલેજની વિદ્યાર્થિની જાનવી મહેતા તાજેતરમાં વિશ્વની 1000 મહિલાઓ સ્ત્રી સશક્તીકરણ માટે કામ કરે છે તેની યાદીમાં તેમની પસંદગી કરવામાં આવી છે. જાનવી મહેતા યોગની ખેલાડી છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવનગર અને નંદકુવરબા કોલેજનું નામ રોશન કર્યું છે.
યાદીમાં જે 1000 મહિલાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. તેમાં ભારતના ખ્યાતનામ મહિલાઓ, સામાજિક કાર્યકરો, કિરણ બેદી જેવી અનેક મહિલાઓ છે જેનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નંદકુવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.