હત્યા:શહેરમાં વેવિશાળ મુદ્દે સર્જાયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત યુવાનનુ સારવાર દરમ્યાન મોત થયું

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારીનો બનાવ હત્યામાં પરિણમતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો

શહેરના સર.ટી હોસ્પિટલ પાછળ આવેલ શેત્રુંજય રેસીડેન્સીના ગેટ પાસે ગત તા.20-11 ના રોજ સગીર વયની સાળીના વેવિશાળ મુદ્દે દરમ્યાનગીરી કરવા વચ્ચે પડેલ યુવાનને ઉશ્કેરાયેલા શખ્સે છરીનો એક ઘા ઝીંકી દેતાં ગંભીર રીતે ઘવાયેલ યુવાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

સમગ્ર બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ સરકારી આવાસ યોજના વસાહતમાં રહેતી કૃપાલી હિતેશ ચુડાસમા એ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.22-11 ના રોજ તે તથા તેનો પતિ હિતેશ મનસુખભાઇ ચુડાસમા સગીર વયની સાળીના તથા તેણીની માતા સરટી હોસ્પિટલ પાછળ આવેલ શેત્રુંજય રેસીડેન્સીમાં હોય એ દરમ્યાન શહેરના નારી ચોકડી પાસે રહેતો નરેન ઉર્ફે નરેશ બાવલ મારું ફરિયાદીની સગીરવયની બહેન સાથે પરાણે સગપણ કરવા ઈચ્છતો હોય આથી હિતેશ એ આરોપી નરેન ઉર્ફે નરેશ ને સમજાવવા જતાં આરોપી એ પોતાના બે મળતીયાઓને બોલાવી હિતેશ સાથે ઝઘડો કર્યો હતો. અજાણ્યા શખ્સે હિતેશને સાંથળ ના ભાગે છરીનો એક ઘા ઝીંકી દેતાં ગંભીર રીતે ઘવાયેલ હિતેશને પ્રથમ સરટી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે મૃતકની પત્ની કૃપાલી એ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નરેન ઉર્ફે નરેશ બાવલ મારૂં તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત નિપજતાં પોલીસે ફરિયાદમાં હત્યાની કલમ નો ઉમેરો કરી હત્યારા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...