આપઘાત:આર્થિક અકળામણથી યુવકે ફાંસો ખાધો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના સીદસર રોડ જગદીશ્વર પાર્ક ખાતે રહેતા ભાવેશભાઈ નવનીતભાઈ નાવડિયાએ (ઉ.વ.36) આજે તેના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં તેઓને સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ મૃતકના ભાઇ ઉર્વીશભાઈ નવનીતભાઈ નાવડિયાએ પોલીસમાં જણાવ્યું હતું કે કોરોનાને લીધે લોકડાઉન હતું અને તેને કારણે હીરાના કારખાના બંધ હોય જેથી તેના ભાઈ ભાવેશભાઈને કામધંધો કે મજૂરી મળતી ન હોય આર્થિક સંકડામણથી કંટાળી જઈ આ પગલું ભર્યું હતું. બનાવ અંગેની જાણ પોલીસને કરતા ભરત નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતકની પીએમ સહિતની કાર્યવાહી કરી અકસ્માતે મોત અંગેની એન્ટ્રી કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં જણાવ્યુ હતુ કે મૃતક આજે સવારે કામે જવા માટે તૈયાર થયા હતા અને તેઓનુ ટીફીન પણ બંધાઇ ગય હતુ ત્યાં તેના ભાઇને મોતના સમાચાર મળતા તે પણ ડઘાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...