બનાવટી ફોર્મ:કોરોના મૃતકોને સહાયનું ખોટું ફોર્મ સોશિયલ મીડિયામાં ફરતુ થયું

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનામાં જેમનું મૃત્યુ થયું હોય તેમના માટે સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય ચુકવવામાં આવતી હોવાનું એક ફોર્મ અને સંપર્ક નંબર સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે. પરંતુ તે વાત સંપૂર્ણ ખોટી છે. જેનાથી કોઈપણ વ્યક્તિઓએ ગેરમાર્ગે ન દોરાવા માટે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વોટ્સએપના માધ્યમથી કોરોના મૃતકોને સહાયનું ફોર્મ ફરી રહ્યું છે.તેમાં એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. લોકો તેનો સંપર્ક કરે છે તો તેના ઉપર વાતચીત થઈ શકતી નથી. આવી કોઈપણ સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ન હોવાથી લોકોએ ભરમાવું નહીં.

આ સહાયનું ફોર્મ બનાવટી છે
સરકાર દ્વારા એવી કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી જે વાયરલ થયું છે તે ખોટું છે કોરોના કાળમાં લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. > ગૌરાંગ મકવાણા, કલેકટર,ભાવનગર

અન્ય સમાચારો પણ છે...