તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂઝ જહાજોની માઠી દશા:વિશ્વનું પ્રથમ લક્ઝરિયસ ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાવા માટે આવશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગત ઓક્ટોબર માસમાં ગ્રીસથી ગલ્ફ ઓફ પનામાની સફરે સટોશી જહાજ નીકળ્યું હતું. - Divya Bhaskar
ગત ઓક્ટોબર માસમાં ગ્રીસથી ગલ્ફ ઓફ પનામાની સફરે સટોશી જહાજ નીકળ્યું હતું.
 • કર્ણિકાનું સિસ્ટર શિપ પેસિફિક ડોન (સટોશી) જીબ્રાલ્ટરથી નીકળ્યું
 • 15મી જાન્યુઆરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન ક્રૂઝ શિપ પણ અલંગ યાર્ડમાં આવી પહોંચશે

મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર ગણાતા ક્રૂઝ જહાજોની માઠી બેઠી હોય તે રીતે એક પછી એક શિપ ભંગાણાર્થે મોકલવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં કર્ણિકા અલંગમાં ભંગાવા માટે આવી ચૂક્યું છે, 15મી જાન્યુઆરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન ક્રૂઝ શિપ આવી રહ્યું છે, અને બાદમાં વિશ્વનું પ્રથમ ક્રિપ્ટો ક્રૂઝ શિપ અને કર્ણિકાનું સિસ્ટર શિપ પેસિફિક ડોન (સટોશી) અલંગમાં ભંગાવા માટે આવશે.

જીબ્રાલ્ટરથી પોતાની અંતિમ સફરે નિકળેલા સટોશી ક્રૂઝ જહાજમાં 2000 મુસાફરનો સમાવેશ કરવાની ક્ષમતા છે. જહાજના મૂળ માલિકને આ જહાજને તરતા સિટીમાં તબદીલ કરવાની યોજના હતી, પરંતુ મુસાફરો માટેના વીમાના પ્રશ્નો સર્જાતાં આ જહાજ માટેની ભવિષ્યની યોજનાઓ પડતી મૂકવામાં આવી હતી અને આ જહાજ વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે નીકળેલા સટોશી ક્રૂઝ જહાજ માટે અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી છે, પરંતુ એ જીબ્રાલ્ટરથી અલંગ આવવા નીકળી ચૂક્યું છે. આ જહાજ કર્ણિકાનું સિસ્ટર શિપ છે. ઉપરાંત 15મી જાન્યુઆરી 2021ના રોજ અલંગમાં ગ્રાન્ડ સેલિબ્રેશન નામનું ક્રૂઝ શિપ પણ ભંગાવા માટે આવી રહ્યું છે. આમ, અલંગમાં જહાજોના ધમધમાટ વચ્ચે આકર્ષણના કેન્દ્ર સમાન ક્રૂઝ જહાજો પણ આવી રહ્યા છે.

ક્રિપ્ટો ક્રૂઝ શિપ એટલે શું ?
ગત ઓક્ટોબર માસમાં ગ્રીસથી ગલ્ફ ઓફ પનામાની સફરે સટોશી જહાજ નીકળ્યું હતું. અને જહાજના માલીક દ્વારા તેને તરતા શહેરમાં તબદિલ કરવાની યોજના હતી, જ્યાં લોકો લાંબા સમય માટે કેબિન ભાડે લઇ શકે. તેનો વિનિમય ક્રિપ્ટો કરન્સીમાં કરવાની સવલત રાખવામાં આવી હતી. ક્રિપ્ટોથી વિનિમય થતો હોય તેવું આ પ્રથમ ક્રૂઝ શિપ હતું. ચુકવણીની પદ્ધતિમાં ક્રિપ્ટોનો ઉપયોગ થવાથી તેના વ્યવહારો ટ્રેસ થઇ ન શકે તે આ પ્રકારની વ્યવસ્થાનો મુખ્ય હેતુ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો