તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેરની સ્થાપના સિહોર પછી કરવામાં આવી હતી. સિહોર પર સતત મરાઠા સામ્રાજ્ય તરફથી હુમલા કરવામાં આવતા હતા પરિણામે ઇસ 1723 માં ભાવનગર વડું મથક બદલાવમાં આવ્યું. ગયા વખતે દરબારગઢ નાં ભિત ચિત્રો વિશે વાત કરવામાં આવી હતી. સિહોર દરબાર ગઢની અંદર અને બહાર બંને જગ્યાએ સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા છે. દરબારગઢ ની અંદર ચિતલનું પ્રખ્યાત યુદ્ધ કુદરતી ફળો, ઝાડ અને ફૂલોમાંથી લીધેલા રંગોનો ઉપયોગ કરીને સુંદર રીતે ઉપયોગ થયેલ છે. દરબારગઢના સ્તંભોના લાકડાને સુંદર કોતરવામાં આવ્યા છે.દરબારગઢની અંદર પેઇન્ટેડ છત અને સુંદર દિવાલ પેઇન્ટિંગ્સ છે, જે રાજ્ય સંરક્ષિત સ્મારક પણ છે.
દરબારગઢની બાહ્યરચના લાકડાની છે.દરબારગઢ નાં સ્થાપત્યની રચનામાં સુંદર ઝરોખા અને બારીક કોતરણી શામેલ છે. ઉનાળાનાં મહિનાઓમાં સૂર્યની દિશા અને મહત્તમ ઠંડક માટેની વેન્ટિલેશન જેવી બાબતોને ધ્યાનમાં રાખીને આ સ્થાપત્યની રચના કરવામાં આવી હતી.દરબાર ગઢની બહારનો આખો ઓસરીનો ભાગ અને ઉપરના માળ પણ લાકડાં બનેલા છે.આ સાગનું લાકડું છે અને લગભગ 400 વર્ષ જૂનું છે.છતાં લાકડાં માં હજી સુધી કોઈ સડો પ્રસર્યો નથી કે ભાંગવા તૂટવા જેવી હાલત થઈ નથી.
સિહોર દરબારગઢ નું તમામ બાંધકામ કાઠિયાવાડી શૈલીનું છે.માળખું બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી બધી સામગ્રી આ ક્ષેત્રમાંથી મળતી સ્થાનિક છે. સ્થાપત્ય શૈલી પણ આ ક્ષેત્રની છે. લાકડાની કોતરણીની બારીકી બતાવે છે કે તેમને બનાવવામાં કેટલો સમય અને પુરુષાર્થ કરવામાં આવ્યો હશે. આજે દરબારગઢમાં તેની આજુબાજુની નવી રચનાઓ શામેલ છે.આ બાંધકામોનો ઉપયોગ સરકારી ઓફીસમાં થાય છે જ્યાં એક તબક્કે કાગળ સંગ્રહ કરવામાં આવતા હતા. યુદ્ધ અને કુસ્તીમાં જતા માણસોની પેઇન્ટિંગ્સ પણ છે. તેમાંના મોટાભાગના દશ્યો આજે પણ અકબંધ હોવા છતાં, હંમેશા પાણીના લિકેજ અને હવામાન જેવી બાબતોને લીધે જોખમમાં રહે છે. દરબારગઢ અને બ્રહ્મકુંડ સાચવી શકાશે. સિહોરની હસ્તકલા, જેમાં સુંદર તાંબાનાં વાસણો અને વસ્તુઓનો સમાવેશ થાય છે તે ઘણા લોકોને આકર્ષિત કરી શકે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.