સુવિધા:મહિલા હેલ્પલાઈન આ વર્ષે 8,335 મહિલાની મદદે પહોંચી

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેલું હિંસા અને અત્યાચારથી પીડિત મહિલાઓની મદદમાં 181 હેલ્પલાઈન હંમેશા અગ્રેસર
  • 181 દ્વારા 1,412 કેસમાં સ્થળ પર જઈ મદદ પુરી પાડવામાં આવી, 1082 કેસોમાં સમાધાન કરાવ્યું

મહિલા હેલ્પલાઈન 181એ આ વર્ષે ભાવનગર જિલ્લામાં 8,335 મહિલાઓની મદદ કરી પીડિત મહિલાઓની મદદમાં અગ્રેસર રહ્યું છે. કોરોનાની સ્થિતિ બાદ ઘરકંકાસના બનાવોમાં થયેલા ઉછાળામાં મોટા ભાગના કિસ્સાઓમાં મહિલા હેલ્પલાઈન 181એ પીડિતોની મદદ પહોંચી સુખદ સમાધાન કરાવ્યું છે.મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલી મહિલા હેલ્પલાઈન 181એ આ વર્ષે પીડિત મહિલાઓની મદદ કરી તેમનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે.કોરોની સ્થિતી બાદ વધી રહેલા ઘરેલું હિંસાના બનાવોમાં પીડિત મહિલાઓની મદદે અભયમની ટીમ પહોંચી હતી.

વર્ષ 2021 દરમિયાન ભાવનગર જિલ્લાની દિકરીઓ, મહિલાઓના કુલ 8,335 ફોન મદદ માટે આવ્યા હતા. જેમાં 1,412 કેસોમાં અભયમની ટીમે સ્થળ પર જઈને મદદ પુરી પાડી હતી જ્યારે 1,082 કેસોમાં સુખદ સમાધાન કરાવી મહિલાઓને ફરી નવા જીવનની શરૂઆત કરાવી હતી. જેમાં ઘરેલું હિંસામાં તથા નિરાધાર બનેલા બહેનોને કાઉન્સેલિંગ પુરૂ પાડી સમાધાન તથા નિરાધાર મહિલાઓને આશ્રય સ્થાન અપાવ્યું હતું. જિલ્લાના પોલીસ મથકોમાં નોંધાતા પરિણીતાઓ પર ત્રાસના કેસોમાં પણ મહિલા હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલિંગ કરી નિરાકરણ લાવવામાં આવે છે.

મહામારીની વિકટ પરિસ્થિતિમાં 8 હજારથી વધારે પીડિત મહિલાઓની મદદ કરી તેમનો વિશ્વાસ જીત્યો છે.આમ મહિલાઓ પર આજે પણ સમાજમાં હિંસા અને અત્યાચાર થાય છે ત્યારે પિડીત મહિલાઓની મદદમાં 181 મહિલા હેલ્પલાઈન અગ્રેસર રહે છે તેમજ આવા કેસમાં મદદે પહોંચે છે અેટલુ જ નહી મોટા ભાગના કેસમાં સુખદ સમાધાન પણ કરાવે છે.

10 વર્ષથી ઓરડીમાં પુરેલી દીકરીને મુક્ત કરાવી
તળાજા વિસ્તારના એક ગામમાં 25 વર્ષની શારિરીક અને માનસિંક યુવાન દિકરીને એકલી કેમ મુકવી તેની સાથે કંઈ અજુગતુ થશે તો... તેવા ડરથી તેણીના માતા-પિતાએ છેલ્લા 10 વર્ષથી ઉકરડા જેવી ઓરડીમાં રાખી હતી. જેને ભાવનગરની અભયમની ટીમે ઓરડીમાંથી બહાર લાવી સ્વસ્થ કરી, ભોજન આપી તેના માતા-પિતાને દિકરીને આવી રીતે નહી રાખવા સમજાવી કાયદાકિય સમજ આપી હતી. વિકલાંગ યુવાન દિકરીની જાતને એકલી કેમ રાખવી તેવા ડરથઈ તેને આવી રીતે રાખતા હતા.

અન્ય સમાચારો પણ છે...