તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ભાવનગર-કોચુવેલી સાપ્તાહિક ટ્રેન 13મી એપ્રિલથી શરૂ કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક વર્ષ અગાઉ બંધ કરાયેલી ટ્રેનો ક્રમશ: શરૂ થઇ રહી છે
 • કોચુવેલી ટ્રેન સંપૂર્ણ આરક્ષિત રખાઇ : મુસાફરોને અન્યાય

ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો વધવાની સાથે જ ટ્રેન વ્યવહાર રદ્દ કરવામાં આવ્યો હતો. હવે અંશત: ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. ભાવનગર-કોચુવેલી વચ્ચે અગાઉ ચાલતી સાપ્તાહિક ટ્રેન રેલવે તંત્ર દ્વારા પુન: ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગરથી કોચુવેલી વચ્ચે દર અઠવાડીયે મંગળવારે સવારે 10.00 કલાકે ઉપડશે અને કોચુવેલીથી ગુરૂવારે આ ટ્રેન ઉપડશે. કોચુવેલીની ટ્રેનને સંપૂર્ણપણે આરક્ષિત રાખવામાં આવી છે, એટલે કે, મુસાફરોએ અગાઉથી મુસાફરી માટેનું બૂકિંગ કરાવી અને ટિકિટ મેળવવાની રહેશે. ઉપરાંત તેનું ભાડુ પણ અગાઉની સરખામણીએ વધુ રાખવામાં આવ્યુ છે.

બંધ થયેલી ટ્રેનોને એક વર્ષનો સમયગાળો વિતિ ગયો હોવા છતા ભાવનગરથી ઓખા વચ્ચેની ખૂૂબ જ લોકપ્રિય ગણાતી દૈનિક ટ્રેન હજુ પણ શરૂ કરવા માટે નેતાઓ-રેલ અધિકારીઓની પહોંચ ટુંકી પડી રહી છે. આ ઉપરાંત ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન પણ શરૂ કરવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન શરૂ થવાથી મુસાફરોને આંશિક રાહત મળી છે.

પાલિતાણાની ટ્રેન શરૂ કરવામાં ચૂંક આવે છે?
કોરોના વખતે એટલેકે એક વર્ષ અગાઉ બંધ કરવામાં આવેલા ટ્રેન વ્યવહારમાં ભાવનગર-પાલિતાણાની લોકલ ટ્રેનો પણ બંધ થઇ ગઇ હતી. દિવસમાં 4 ટ્રિપ આ ટ્રેન મારતી હતી અને જેમાં ભાવનગરથી પાલિતાણા સુધીના અનેક ગામડાના લોકો આવન-જાવન આસાનીથી કરી શકતા હતા. હવે જ્યારે ટ્રેન વ્યવહાર ખુલી રહ્યો છે છતા લાંબા સમયથી ભાવનગર-પાલિતાણાની લોકલ ટ્રેન શરૂ કરવાની માંગી રેલ તંત્ર સ્વીકારી રહ્યું નથી અને અન્યાય થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો