મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની રેગ્યુલર સ્નાતક કક્ષાના સેમેસ્ટર 4 અને 6 તેમજ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-4 તેમજ બીએડ અને બીએડ એચ આઈ સેમેસ્ટર 4ની પરીક્ષાના આવેદનપત્રો તારીખ 23 ફેબ્રુઆરીથી તારીખ 4 માર્ચ દરમિયાન ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે જેમાં આજે સવારથીજ યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થઈ જતા વિદ્યાર્થીઓને દોડધામ થઇ હતી અને આ અંગે રજુઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓને આગામી સમયમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે વધારાના દિવસો આપવામાં આવ્યું છે તેમ કુલસચિવે જણાવ્યું છે.
યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થવાનું મુખ્ય કારણ યુનિવર્સિટીને પ્રોવાઈડ કરતી બીએસએનએલ ઈન્ટરનેટની સેવા બંધ હોવાને કારણે યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થઈ ગયું છે અને યુનિવર્સિટી તરફથી કોઈ પ્રકારનો નથી તેમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પરીક્ષાઓ માટે તારીખ 1લી માર્ચ સુધીમાં આ પરીક્ષાઓ માટે કુલ 15,343 ફોર્મ ઓનલાઈન ભરાઈ ચૂક્યા છે. યુનિ.ની વેબસાઇટ બંધ રહેશે તેટલો સમય વધારો આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશ્કેલી રહેશે નહીં.
ફાયબર ઓપ્ટિક કેબલમાં ખોટકો
BSNLના ભાવનગર-અમદાવાદ, ભાવનગર-રાજુલા અને અમરેલી-રાજકોટ વચ્ચેના ફાયબર ઓપ્ટિક કેબલમાં ખોટકો સર્જાતા ઇન્ટરનેટ કનેકશનો મુંગામંતર બની ગયા હતા. ઇન્ટરનેટર બંધ થવાને કારણે અનેક ગ્રાહકો, વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.