મેઘ મહેર:શેત્રુંજી ડેમમાં પાણીની આવકથી સપાટી 20.2 ફૂટને આંબી ગઈ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રંઘોળા ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં 35 મીમી વરસાદ
  • જિલ્લાના જળાશયોના સ્ત્રાવ ક્ષેત્રમાં ઝરમર વરસાદથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ

ભાવનગર જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ  પડ્યો તેમાં શેત્રુંજી સહિતના તમામ જળાશયોના સ્ત્રાવ ક્ષેત્રમાં ધીમીધારે વરસાદથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.શેત્રુંજી ડેમમાં આજે ગુજરડાના ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રોમાંથી આવક શરૂ થતાં અને રાત્રે 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ હોય સપાટી 20.2 ફૂટના આંકને આંબી ગઈ હતી. 

ભાવનગર જિલ્લાના તમામ જળાશયોમાં ક્ષેત્રમાં આજે વરસાદ નોંધાયો હતો જેમાં શેત્રુંજી ડેમ, રજાવળ ડેમ, જસપરા માંડવા  અને ખારો ડેમના જળ સ્ત્રાવ ક્ષેત્રમાં 10-10 મી.મી. વરસાદ વરસ્યો હતો જ્યારે રંઘોળા ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં 35 મી.મી. વરસાદ, રોજકી માં 25 મી.મી., માલણમાં 30 મીમી વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત હમીરપરા ડેમમાં પાંચ મી.મી., પીંગળીમાં અને હણોલમા સાત સાત મી.મી., બગડમા 22 મી.મી. વરસાદ નોંધાયો હતો. આથી હવે સપાટીમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...