તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ચૂંટણીપંચની વેબસાઈટમાંથી મતદાર કાર્ડ ડાઉનલોડ થશે

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવા મતદારો માટે સરકારે આપી સુવિધા
 • વોટર પોર્ટલ પર રજિસ્ટર લોગીન થઇ download e-EPIC લીંક પર જવાનું રહેશે

યુવા મતદારોને મતદાર ઓળખકાર્ડ (ચૂંટણી કાર્ડ) માટે ખાસ જણાવવામાં આવે છે કે તા.25 જાન્યુઆરીના રોજ 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમનું મતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડિજીટલ વોટર આઇડી લોન્ચ કરેલ છે. આ e-EPIC નવા નોંધાયેલા મતદારો કે જેઓએ તેમનો મોબાઈલ નંબર નોંધાવેલ છે અને ખાસ સંક્ષિપ્ત સુધારણા-2021 દરમિયાન તા. 9 નવેમ્બર 2020 થી 15 ડિસેમ્બર 2020 સુધી ફોર્મ ભરેલ છે તેઓ ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ Voter Helpline Mobile app (Android/iOS), https://voterportal.eci.gov.in/ અને https://nvsp.in/ પરથી એપ ડાઉનલોડ કરી શકે છે

જેમાં સૌપ્રથમ મતદારે વોટર પોર્ટલ પર રજિસ્ટર લોગીન કરવાનું રહેશે. ત્યારબાદ download e-EPIC લીંક પર ક્લિક કરવાનું રહેશે અને ચુંટણી ઓળખપત્ર નંબર, ફોર્મ-6 નો રેફરન્સ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરી download e-EPIC થકી પોતાનું મતદાર ઓળખકાર્ડ (ચૂંટણી કાર્ડ) ડાઉનલોડ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો