તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:જેસર, પાલિતાણા, મહુવા તાલુકાના ગામોને પણ મળશે પશુ વાનનો લાભ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાયું
 • જિલ્લાને પ્રથમ તબક્કામાં આઠ બાદ બીજા તબક્કામાં વધુ ત્રણ મોબાઈલ પશુ વાન અર્પણ

રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની 108 સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર 1962 આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાને પહેલા ફેઝમાં 8 અને આજરોજ બીજા ફેઝમાં 3 પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે જેસર તાલુકાના બેલા ગામ ખાતે, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી તથા મહુવા તાલુકાના કળસાર ગામ ખાતે કાર્યરત થશે. આ પશુ દવાખાનાની જ્યાં જરૂર હશે ત્યાં જઈ નિઃશુલ્ક સારવાર આપશે. આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે 10 ગામ દિઠ ક્લસ્ટર મુજબ 1 એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે. જેના પહેલા ફેઝમાં 8 તેમજ બીજા ફેઝમાં 3 અને હજુ પણ ત્રીજા ફેઝમાં 8 એમ તબક્કાવાર કુલ 19 ફરતા પશુ દવાખાના ભાવનગર જિલ્લાને મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો