તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર નજીકના ભાલ પંથકના સનેસ ગામમાં પીવાના પાણીના પ્રશ્ને ગ્રામજનો વલ્લભીપુર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા પરંતું અધિકારીઓ હાજર ન હોય અધિકારીએ ટેલીફોન પર પ્રશ્ન હલ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું ગ્રામના અગ્રણીઓએ પ્રશ્ન હલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.મહી પરીએજની લાઈન લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી છે પાણીનું ટીપું પણ આવતું નથી, ગામ લોકો તપાસની માંગ કરી રહ્યા છે.
ભાવનગર તાલુકાના ભાલ પંથકમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વધુ વિકટ બનતી જાય છે આજુ-બાજુના ગ્રામજનો ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, આઝાદીના સાત દાયકા પછી પણ પીવાના પાણી માટે ગ્રામજનોને ના છુટકે ઘરે ઘરે ભટકવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, ગામમાં મહી પરીએજની પાણીની લાઈન લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી છે પરંતુ આજદિન સુધી પીવાના પાણીનું ટીપું પણ મળ્યું નથી તો પછી સરકાર દ્વારા શા માટે ખોટા વાયદા આપી લાખો રૂપિયાના ખર્ચો પીવાના પાણીની લાઈન નાખી છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે, ગ્રામજનો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને પાણી પુરવઠાના અધિકારીઓ અને ધારાસભ્યને અવાર નવાર રજૂઆત કરેલ છે તેમ છતાં ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાનો ઉકેલ આજ સુધી આવેલ નથી પાણીના મુદ્દે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામના આગેવાનો આજે વલ્લભીપુર પાણી પુરવઠાની કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા પરંતુ જવાબદાર અધિકારી હાજર નહીં હોવાથી તેમની સાથે ટેલીફોનીક રજુઆત કરી અઘિકારીએ પ્રશ્ન હલ કરવાનું આશ્વાસન આપ્યું હતું અગ્રણીઓએ જો ગામનો પાણી પ્રશ્ન હલ નહી થાય તો સમગ્ર ગ્રામજનો ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.