તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતો રાતા પાણીએ રડ્યાં:હરાજીમાંથી શાકભાજી પાછું લઈ જવા વાહન ભાડુ ન પોસાતા ખેડૂતોએ શાક ઢોરોને ખવડાવી દીધું

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગરમાં આ વખતે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા નહીં પરંતુ હરખાવ્યા હતા ત્યાં એકાદ મહિનાથી શાકભાજી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. પડતર ભાવ પણ ન મળતા અને નાખી દેવાના ભાવે પણ કોઈ નહીં ખરીદ કરતા અંતે શાકભાજીને ઢોરને ખાવા નાખી દેવી પડે છે.

છેલ્લા મહિનાથી ભાવ આવતા નથી
ભાવનગર જિલ્લામાં ડુંગળી પરની નિકાસબંધી ઉઠતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળવા સાથે માર્કેટિંગ યાર્ડમાં આવક પણ પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે. જેને કારણે આ વર્ષે ખેડૂતોને ડુંગળીમાં રાહત થઈ છે. પરંતુ શાકભાજીના ખેડૂતોને તો આ વર્ષે રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે. છેલ્લા એકાદ મહીનાથી ભાવનગર જિલ્લામાં શાકભાજીના ભાવ ખેડૂતોને પડતર પણ નથી આવતા. તળાજા જકાતનાકા અને અન્ય જગ્યાએ જ્યાં ખેડૂતો સીધા વેચાણ કરવા આવે છે ત્યાં હરાજીમાં ખેડૂતોને નાખી દેવાના ભાવે પણ વેચાણ થતું નથી.

ખેડૂતો શાક ફેંકવા લાચાર બન્યાં
વહેલી સવારની હરાજીમાં ખેડૂતો સારા ભાવની આશાએ વેચાણ કરવા આવે છે પરંતુ તેઓને વાવેતરના ભાવ પણ નહી મળતા અંતે શાકભાજીને વેચાણ વગરના પાછા લઈ જવા વાહનભાડાનો ખર્ચ પણ નહીં પરવડતા તેના કરતા શાકભાજીને ઢોરને નાખી દેવાનું હિતાવહ સમજે છે.

ખેડૂતોને રાહત માટે થઈ શકાય ઉપયોગ
ખેડૂતો સીધુ વેચાણ કરવા આવતા હોવાથી બજારભાવ કરતા ઓછા ભાવે જથ્થાબંધમાં વેચાણ કરતાહોય છે. ત્યારે જો ફ્લેટવાળા કે સોસાયટીના રહીશો સામુહિક રીતે ખેડૂતો પાસેથી ખરીદી કરે અને વેચાણ કરે તો સોસાયટીના લોકોને સસ્તામાં શાકભાજી મળે અને ખેડૂતોને ફેંકી દેવાનો વારો ના આવે.

શું ચાલે છે જથ્થાબંધ શાકભાજીના ભાવ?

શાકભાજીકિલોરૂપિયા
રિંગણ1520
ફ્લાવર610
કોબી610
ટમેટા1020
વાલોળ820
પાલક,મેથી1 ઝુડી0.5
લીલું લસણ670
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો